Home દુનિયા - WORLD અમેરિકાના ઈન્ડિયાનાની મહિલાએ એક સાથે 8 મહિનાનું ભોજન બનાવી સ્ટોરી કરી લીધુ

અમેરિકાના ઈન્ડિયાનાની મહિલાએ એક સાથે 8 મહિનાનું ભોજન બનાવી સ્ટોરી કરી લીધુ

26
0

આપણે સવારે નાસ્તો કે જેને બ્રેકફાસ્ટ કહીએ છીએ, બપોરનું ભોજન અને રાત્રિ ભોજન ફ્રેશ બનાવતા હોઈએ છીએ. પરંતુ એક મહિલાએ તો એવું કામ કર્યું છે જે જાણીને તમે દંગ રહી જશો. આ મહિલાએ રોજે રોજ શું બનાવવું તેને ઝંઝટમાં દૂર થવા માટે આખા પરિવાર માટે 8 મહિના સુધીનું ભોજન બનાવીને તૈયાર કરી લીધુ. તેણે આખા પરિવાર માટે આગામી આઠ મહિના સુધી ચાલે તેટલો બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર બનાવી લીધુ. અને કીધું એવું..(હવે જ્યારે ભૂખ લાગે ત્યારે ફક્ત બહાર કાઢીને ગરમ કરીને ખાઈ લેવાનું બસ..)

મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકાના ઈન્ડિયાનાની 30 વર્ષની કેલ્સી શોએ પોતાની આખી પેન્ટ્રીને ઘરમાં ઉગાડેલા શાકભાજીથી ભરી રાખી છે. આ ઉપરાંત તેમાં પહેલેથી બનેલું ભોજન, હર્બ્સ, ભાત અને પાસ્તા પણ સ્ટોર છે. આ સુપર ઓર્ગેનાઈઝ માતાએ પોતાની પેન્ટ્રીમાં 426 મીલ બનાવી રાખ્યા છે. બધુ મળીને પરિવારને હવે આગામી આઠ મહિના સુધી ખાવાની તકલીફ નહીં પડે. ત્રણ બાળકોની માતાએ આમ કેમ કર્યુ? એવો તમને સવાલ થતો હશે.

આની પાછળનું કારણ પણ રસપ્રદ છે. આ પાછળ કારણ છે સેવિંગ્સ કરવાનું. ક્લિસીની લાઈફ ખુબ ઓર્ગેનાઈઝ છે. તે દરેક ચીજને પ્રિઝર્વ કરવાનું શીખી છે. પછી ભલે તે અથાણું હોય કે મીટ. તેને દરેક ટેક્નિક આવડે છે જેના કારણે ભોજન લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. કેલ્સીને ખાવાનું સ્ટોર કરવામાં ત્રણ મહિના જેટલો સમય લાગે છે. તેનો પરિવાર ઉનાળામાં ઘરમાં ઉગાડવામાં આવેલી ચીજો ફ્રેશ રીતે ખાય છે પરંતુ વિન્ટરમાં તેઓ તેને પ્રિઝર્વ કરી રાખે છે. કેલ્સીએ ખાવાનું પ્રિઝર્વ કરવાનું શરૂ કર્યું જેથી કરીને તેનો પરિવાર આખું વર્ષ ઘરમાં ઉગાડવામાં આવેલું ભોજન જ ખાઈ શકે.

ઘર પર જ તમામ શાકભાજી ઉગાડવાથી બે ફાયદા થાય છે. એક તો પરિવારને ફ્રેશ ખાવાનું મળે છે જ્યારે બીજું કે તેમના પૈસા બચે છે. કેલ્સીના જણાવ્યાં મુજબ કોઈ પણ પ્રકારની આફતને પહોંચી વળવા માટે તે સંપૂર્ણ રીતે તૈયાર રહેશે. તે દરરોજ લગભગ બે કલાક ગાર્ડનમાં વિતાવે છે. ત્યારબાદ ઉગાડેલા શાકભાજી ઉતારીને તેનું ભોજન બનાવે છે. તે ઈચ્છતી હતી કે તેના બાળકો પણ પ્રકૃતિની નજીક રહે. આ જ કારણે તેણે સમગ્ર પરિવાર સાથે ફાર્મમાં વસવાનો નિર્ણય લીધો. કેલ્સીના જણાવ્યાં મુજબ ચીજો પ્રિઝર્વ કરવાની રીત શીખવી મુશ્કેલ હતી પરંતુ હવે તેને પોતાની આ ટેલેન્ટ પર ગર્વ છે.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલાલસિંહ ચઢ્ઢા પછી આમિરને બીજાે ફટકો , ગુલશન કુમારની બાયોપિક પડતી મૂકાઈ
Next articleભારતના 49મા ચીફ જસ્ટિસ ઉદય ઉમેશ લલિત બન્યા