Home દુનિયા - WORLD અમેરિકાએ લીધો રશિયાનો પક્ષ!? પોલેન્ડમાં પડેલી મિસાઈલોનો ખુલાસો કર્યો

અમેરિકાએ લીધો રશિયાનો પક્ષ!? પોલેન્ડમાં પડેલી મિસાઈલોનો ખુલાસો કર્યો

49
0

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પોલેન્ડમાં મિસાઈલ પડવાની ચોંકાવનારી ઘટનાથી સમગ્ર દુનિયાભરમાં ખળભળાટ વ્યાપી ગયો છે. નાટો સભ્ય દેશોના ભવાં ચડી ગયા અને તૈયારીઓ કરવા માંડી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ રશિયા પર આરોપ લગાવ્યા પરંતુ હવે અમેરિકાએ જે ખુલાસો કર્યો છે તેનાથી યુક્રેનના રાષ્ટ્રપતિ માટે શરમજનક સ્થિતિ ઊભી થઈ શકે તેમ છે.

અમેરિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસ દર્શાવે છે કે જે મિસાઈલ પોલેન્ડમાં પડી હતી તે ઈનકમિંગ રશિયન મિસાઈલનો જવાબ આપવા માટે યુક્રેનની સેના તરફથી છોડવામાં આવી હતી. મંગળવારે રશિયા તરફથી યુક્રેનના શહેરો પર 100થી વધુ મિસાઈલો છોડવામાં આવી હતી. આ બધા વચ્ચે એવા ખબર આવ્યા કે બે મિસાઈલ યુક્રેનની સરહદ પાસે પોલેન્ડમાં જઈ પડી. જેના કારણે બે નાગરિકોના મોત થયા.

જેવા આ સમાચાર ફેલાયા કે રશિયા અને નાટો વચ્ચે તણાવ વધી ગયો. નાટો દેશ અલર્ટ થઈ ગઆ. પોલેન્ડે પણ સરહદ પર સેના તૈયાર કરી. જો કે રશિયાએ પહેલેથી જ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે જે મિસાઈલો પોલેન્ડમાં પડી છે તે તેમની નથી. મોસ્કોએ પોલેન્ડ પર રશિયન મિસાઈલોના હુમલાના રિપોર્ટને ખોટા અને ‘ઉક્સાવનારી’ ઘટના ગણાવી અને કહ્યું કે મામલાને તૂલ આપવા માટે આ ખબર ફેલાવવામાં આવી રહી છે.

આ ઘટના પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને એક નિવેદનમાં કહ્યું કે, પોલેન્ડમાં પડેલી મિસાઈલ રશિયાથી છોડવામાં આવી હોય તે શક્ય નથી. પ્રાથમિક માહિતી મુજબ મંગળવારે પોલેન્ડમાં જે મિસાઈલે ધડાકો કર્યો તે રશિયાથી છોડવામાં આવી નહતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleNASAનું મૂન મિશન 2 નિષ્ફળતા બાદ ત્રીજા પ્રયત્નમાં સફળતા મળી
Next articleએક મહિલાની ફ્લાઇટ છૂટી જતા એર હૉસ્ટેસ સાથે કરી ઝપાઝપી, વીડીયો થયો વાઈરલ