Home ગુજરાત અમુલ હવે રાજકોટમાં નવો ડેરી પ્લાન્ટ સ્થાપશે : જયેન મહેતા

અમુલ હવે રાજકોટમાં નવો ડેરી પ્લાન્ટ સ્થાપશે : જયેન મહેતા

13
0

(GNS),28

અમૂલ બ્રાન્ડ અંતર્ગત ડેરી પ્રોડક્ટ વેચતી GCMMF ના ચેરમેન જયેન મહેતાએ કહ્યું કે, દૂધના ભાવ હાલ વધવાની કોઈ શક્યતા નથી. GCMMF ના એમડી જયેન એસ મહેતાએ તાજેતરમાં જણાવ્યું કે, ચોમાસામાં વરસાદ સારો થવા બાદ દૂધ ખરીદીનું કામ બહુ જ સારુ થવાનું અનુમાન છે. આવામાં દૂધના ભાવ વધારવાની કોઈ આશા નથી.

મહેતાએ જણાવ્યું હતું કે, “ગુજરાતમાં સમયસર ચોમાસાને કારણે આ વર્ષે પરિસ્થિતિ ઘણી સારી છે, ઓછામાં ઓછું તેનો અર્થ એ છે કે ફીડ ખર્ચ માટે ઉત્પાદકો પર વધુ દબાણ નથી, અને અમે દૂધ પ્રાપ્તિના સારા તબક્કામાં પ્રવેશી રહ્યા છીએ. તેથી અમને કોઈ વધારાની અપેક્ષા નથી આગામી મહિનાઓમાં ભાવમાં કોઈ વધારો થશે કે કેમ તે પ્રશ્નના જવાબમાં તેમણે આ વાત કહી. દૂધની ખરીદીમાં વધારાની સાથે સાથે પ્રોસેસિંગ સુવિધાઓમાં પણ વ્યાપ વધારવાની આવશ્યકતા છે. અમે રાજકોટમાં નવા ડેરી પ્લાન્ટની જાહેરાત કરીશું. જેની ક્ષમતા 20 લાખ લીટર પ્રતિદિનથી વધુ રહેશે. ત્યાં એક નવું પેકેજિંગ અને પ્રોસેસિંગ યુનિટ પણ બનાવાશે.

નવી યોજનાઓ પર તેમણે કહ્યું કે, દર વર્ષે અંદાજે 3000 કરોડ રૂપિયાનું અમે ઈન્વેસ્ટ કરી રહ્યાં છે અને આ આગામી અનેક વર્ષો સુધી આવું થતુ રહેશે. રાજકોટ પરિયોજનામાં ઓછામાં ઓછા 2000 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે, જ્યારે કે બીજા અનેક પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે. તેમણે કહ્યુ કે, જો વિકસિત દેશ પોતાનું સરપ્લસ ઉત્પાદન આપણા દેશમાં ડમ્પ કરવા માંગે છે તો આ આપણા ખેડૂતો માટે મોટી સમસ્યા બની શકે છે. અમૂલે સરકાર સામે અનેકવાર આ બાબત મૂકી છે. તેમણે કહ્યું કે, સરકાર પણ આ મુદ્દાને સમજે છે અને તેથી તમામ એફટીએમાં ડેરી ક્ષેત્રને બહાર રાખવામાં આવ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવિદ્યારાજ વિદ્યાપીઠ સંકુલનું રમત જગતમાં ગૌરવ
Next articleઅમદાવાદના સિંધુભવન રોડના હાઈફાઈ સ્પા સંચાલક સામે અંતે ફરિયાદ નોંધાઈ