Home દેશ - NATIONAL અમિત શાહના ફેક વીડિયો કેસમાં તેલંગાણાના CM રેવંત રેડ્ડીને સમન્સ પાઠવ્યું

અમિત શાહના ફેક વીડિયો કેસમાં તેલંગાણાના CM રેવંત રેડ્ડીને સમન્સ પાઠવ્યું

4
0

(જી.એન.એસ),તા.૩૦

નવીદિલ્હી,

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નકલી વાયરલ વીડિયોને લઈને દિલ્હી પોલીસે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને સમન્સ પાઠવ્યું છે. તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ પહેલા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સાયબર યુનિટની IFSO ટીમ, આજે સવારે તેલંગાણા પહોંચી હતી અને મામલાની તપાસ કરી હતી. ટીમે આ કેસમાં કોણ કોણ સામેલ હોઈ શકે છે તે અંગે પાંચ લોકોની ઓળખ કરી લીધી છે.

લોકસભા ચૂંટણી વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રીનો વિડીયો વાઈરલ:- લોકસભા ચૂંટણી વચ્ચે ગૃહમંત્રી અમિત શાહનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ફેક ગણાવીને ભાજપે તેલંગાણા કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું. આ વીડિયોને નકલી ગણાવતા ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ એવી શક્યતા વ્યક્ત કરી છે કે, આવા નકલી વીડિયોથી હિંસા પણ થઈ શકે છે. આ મામલે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ગઈકાલ રવિવારે કેસ નોંધ્યો હતો.

વીડિયોમાં શું છે :- કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ફરિયાદ પર દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ કેસ નોંધ્યો હતો. વાસ્તવમાં, જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેમાં આરક્ષણની વાત છે, જે ડીપ ફેક ટેક્નોલોજી દ્વારા બનાવવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી છે કે, ગૃહમંત્રી અમિત શાહે SC, ST અને OBCનો હિસ્સો ઘટાડવાની કોઈ વાત કરી નથી. આ પોસ્ટ કોંગ્રેસ દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

વીડિયો હાલમાં છે વાઈરલ.. ઈન્ડિયા સાયબર ક્રાઈમ કો ઓર્ડિનેશન સેન્ટરના અધિકારીની ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા પર કેટલાક નકલી વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેના કારણે શાંતિ અને કાયદો અને વ્યવસ્થાને અસર થઈ શકે છે. આ વીડિયો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સર્ક્યુલેટ થઈ રહ્યો છે, તેની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે વીડિયો ખોટી માનસિકતાથી બનાવવામાં આવ્યો છે. પોલીસે IPC કલમ 153, 153A, 465,469, 66 IT એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.

કોંગ્રેસના નેતાઓએ વીડિયો પોસ્ટ કર્યો હતો!:- અમિત માલવિયાએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં એવો પણ આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસના ઘણા પ્રવક્તાઓ દ્વારા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો નકલી વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેના પર અમિત શાહે રવિવારે એટાહમાં કહ્યું હતું કે, ભાજપ ક્યારેય એસસી, એસટી અને પછાત વર્ગની અનામતને હટાવશે નહીં કે અન્ય કોઈને હટાવવા પણ નહીં દે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએનએચપીસી લિમિટેડ ભારતમાં ફ્લોટિંગ સોલાર એનર્જી ટેકનોલોજીના અમલીકરણ માટે નોર્વેની કંપની સાથે સહયોગ કરશે
Next articleઅમિત શાહે પોતાના વાયરલ વીડિયો પર સ્પષ્ટતા આપી, કોંગ્રેસ પર પ્રહારો કર્યા