Home ગુજરાત અમિત શાહના પુત્ર જયની કંપની આવકમાં 116.37 કરોડનો નાટ્યાત્મક રીતે ધરખમ વધારો…!!!

અમિત શાહના પુત્ર જયની કંપની આવકમાં 116.37 કરોડનો નાટ્યાત્મક રીતે ધરખમ વધારો…!!!

782
0

(જી.એન.એસ., આકાશ શ્રીવાસ્તવ),

દિલ્હી, તા.3


કેન્દ્ર સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા તેની વેબસાઈટ ઉપર અપલોડ કરાયેલી માહિતી મુજબ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના પુત્ર જય શાહનો વ્યવસાય વિકસી રહ્યો છે. જય અમિત શાહની ધંધાદારી પેઢી કુસુમ ફિનસર્વ એલએલપી દ્વારા મંત્રાલય સમક્ષ રજૂ કરાયેલા દસ્તાવેજોમાં જણાવ્યા મુજબ જય શાહ સંસ્થામાં નિયુક્ત કરાયેલા ભાગીદાર છે અને તેમનું સ્થાન કંપનીના ડિરેકટરની સમકક્ષનું છે.
કેન્દ્રમાં જ્યારથી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપની સરકાર સત્તામાં આવી છે ત્યારથી એટલે કે, વર્ષ 2015થી 2019 સુધીમાં જય શાહની પેઢી કુસુમ ફિનસર્વની કુલ સંપત્તિ 24.61 કરોડ રૂપિયા વધી છે. તેની ચોખ્ખી નિશ્ચિત સંપત્તિમાં રૂ. 22.73 કરોડનો વધારો થયો છે, તેની વર્તમાન સંપત્તિમાં રૂ. 33.05 કરોડનો વધારો થયો છે અને કુલ આવકમાં રૂ. 116.37 કરોડનો વધારો થયો છે.
જય શાહનો સિતારો ઓક્ટોબરના મધ્યમાં ચમકી ઉઠ્યો છે, તે ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી તરીકે ચૂંટાઈ આવ્યા છે. આ સંસ્થા ક્રિકેટનું રાષ્ટ્રીય સ્તરે સંચાલન કરે છે. કારવા વેબસાઈટનો અહેવાલ જાહેર થતાં દેશમાં હલચલ ઊભી થઈ છે. તેની સંપૂર્ણ વિગતો અહીં જેમની તેમ રજૂ કરવામાં આવી છે.

કેન્દ્રમાં જ્યારથી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપની સરકાર સત્તામાં આવી છે ત્યારથી એટલે કે, વર્ષ 2015થી 2019 સુધીમાં જય શાહની પેઢી કુસુમ ફિનસર્વની કુલ સંપત્તિ 24.61 કરોડ રૂપિયા વધી છે. તેની ચોખ્ખી નિશ્ચિત સંપત્તિમાં રૂ. 22.73 કરોડનો વધારો થયો છે, તેની વર્તમાન સંપત્તિમાં રૂ. 33.05 કરોડનો વધારો થયો છે અને કુલ આવકમાં રૂ. 116.37 કરોડનો વધારો થયો છે.
જય શાહનો સિતારો ઓક્ટોબરના મધ્યમાં ચમકી ઉઠ્યો છે, તે ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી તરીકે ચૂંટાઈ આવ્યા છે. આ સંસ્થા ક્રિકેટનું રાષ્ટ્રીય સ્તરે સંચાલન કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ-2018માં અહેવાલો પ્રસિદ્ધ થયા હતા કે, જય શાહની ધંધાદારી પેઢી કુસુમ ફિનસર્વ કે જે અગાઉથી આર્થિક રીતે નબળી ચાલી રહી હતી, તે સંસ્થાની ક્રેડિટ સુવિધામાં વર્ષ 2016માં નાટ્યાત્મક રીતે ધરખમ વધારો થયો હતો. વર્ષ 2016માં અમિત શાહએ પોતાના પુત્રની પેઢી માટે રૂ. 25 કરોડની ક્રેડિટ સુવિધાને સુરક્ષિત કરવા માટે પોતાની બે મિલકતોને ગીરવે મૂકીને મદદ કરી હતી.
કુસુમ ફિનસર્વ એલએલપીને દર વર્ષે 30 ઓક્ટોબર સુધીમાં પોતાના ખાતા (એકાઉન્ટ)નું વિવરણ રજૂ કરવાનું હોય છે. એવું કરવામાં અસમર્થ રહે તો મર્યાદિત જવાબદારી ભાગીદારી અધિનિયમ હેઠળ ગુનો બને છે અને તેની જોગવાઈ મુજબ પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. એક મીડિયા અહેવાલ મુજબ કુસુમ ફિનસર્વ દ્વારા વર્ષ 2017 અને વર્ષ 2018ની માટેનું નિવેદન હજુ સુધી રજૂ કરાયું નથી. ભાજપ સરકાર અને કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા પોતાના નાણાકિય નિવેદનો (સ્ટેટમેન્ટ) રજૂ કરવામાં નિષ્ફળ રહેલી કંપનીઓ સામે સકંજો કસ્યો છે તેમ છતાં કુસુમ ફિનસર્વ દ્વારા બે વર્ષ સુધી પોતાના નાણાકિય નિવેદનો મંત્રાલય સમક્ષ રજૂ કર્યા નથી.
આ વર્ષના પ્રારંભમાં યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીઓના કારણે સંસ્થાઓના નાણાકિય નિવેદનો જાહેરમાં જોવા માટે વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કરાયા ન હતા. ભાજપે પ્રચંડ બહુમતીથી આ ચૂંટણી જીતી લીધી હતી. ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી જિતનારા અમિત શાહને નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી બીજી સરકારની કેબિનેટમાં ગૃહ મંત્રી બનાવાયા હતા. ચૂંટણીના પરિણામ જાહેર થયાના લગભગ ત્રણ મહિના પછી ઓગસ્ટ-2019માં મંત્રાલય દ્વારા નાણાકિય નિવેદનો વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવ્યા હતા. જો કે, પેઢી દ્વારા અત્યાર સુધીના નવીનતમ નાણાકિય વર્ષ સુધીની બેલેન્સ શીટ રજૂ કરી છે, પરંતુ આ દસ્તાવેજોમાં કુસુમ ફિનસર્વના વ્યવસાયની પ્રવૃત્તિઓ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેના કાર્યક્ષેત્રમાં આ કુસુમ ફિનસર્વ પેઢી આવે છે તે અમદાવાદ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ દ્વારા પણ આ અંગેના પ્રશ્નોના જવાબ અપાયા નથી.
એ વાત સ્પષ્ટ છે કે જે વર્ષોમાં કુસુમ ફિનસર્વના નિવેદનો જાહેર જનતા માટે ઉપલબ્ધ ન હતા, તે સમય ગાળામાં કુસુમ ફિનસર્વના વ્યવસાયમાં ધરખમ વધારો થયો છે. નાણાકિય વર્ષ 2015માં કુસુમ ફિનસર્વ પેઢીની કુલ આવક 3.23 કરોડ રૂપિયા હતી. જે નાણાકિય વર્ષ 2019ના અંત સુધીમાં વધીને 119.61 કરોડ રૂપિયા થઈ ગઈ છે. નાણાકિય વર્ષ 2017માં કુસુમ ફિનસર્વએ 143.43 કરોડ રૂપિયાની સર્વાંગી ઉચ્ચ કુલ આવક મેળવી હતી.
નાણાકિય વર્ષ 2015 અને વર્ષ 2019ની વચ્ચે કુસુમ ફિનસર્વની કુલ સંપત્તિ 1.21 કરોડ રૂપિયાથી અનેક ગણી વધીને 25.83 કરોડ રૂપિયા થઈ ગઈ છે. નાણાકિય વર્ષ 2018 આ પેઢી માટે સ્પષ્ટપણે સમૃદ્ધ હતું, આ સમયમાં તેની સંપત્તિ અગાઉના વર્ષ કરતાં 5.17 કરોડ રૂપિયાથી વધીને 20.25 કરોડ સુધી પહોંચી ગઈ હતી. પેઢીની સંપત્તિ (નેટવર્થ) એ એક પરિમાણ છે જે તેની નાણાકિય સમૃદ્ધિ દર્શાવે છે. બેન્કો સામાન્ય રીતે આ આંકનો ઉપયોગ એ બાબત જાણવા માટે કરે છે કે શું આ પેઢી ધિરાણ આપવાને માટે યોગ્ય છે, જે એક સકારાત્મક સંપત્તિ (નેટવર્થ) સફળ વ્યવસાયને સૂચવે છે.
કુસુમ ફિનસર્વ કે જેને પહેલી વખત વર્ષ 2013માં એક કંપનીના રૂપમાં સામેલ કરવામાં આવી હતી અને પાછળથી તેને એક એલએલપીમાં પરિવર્તિત કરવામાં આવી હતી, તેના પછી ટૂંકા સમયમાં તેમાં લાભ જોવા મળ્યો હતો. એમસીએની સાથે રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોના અનુસાર કુસુમ ફિનસર્વને નાણાકિય વર્ષ 2014માં 23,729 રૂપિયાનું નુકશાન થયું હતું. જો કે તેના પછીના વર્ષે તેણે ઝડપથી સ્થિતિમાં સુધારો કર્યો હતો, કરવેરા ભર્યા બાદ રૂપિયા 1.2 કરોડનો નફો થયો હતો. વર્ષ 2016માં કુસુમ ફિનસર્વને રૂ.34,934નું નુકશાન થયું હતું, તેમ છતાં ત્યારથી આ પેઢી ગ્રીન લાઈનમાં છે. નાણાકિય વર્ષ 2017માં તેનો નફો 2.19 કરોડ રૂપિયા હતો અને વર્ષ 2018માં તેનો નફો રૂ.5.39 કરોડ હતો. નવા નાણાકિય વર્ષમાં તેણે 1.81 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. તેના પરિચાલન ખર્ચ (ઓપરેશનલ એક્સ્પેન્સિસ)માં વધારાથી તાજેતરના નફામાં ઘટાડો થયો છે તેમ સમજાય છે. બેલેન્સ શીટ મુજબ નાણાકિય વર્ષ 2019માં પેઢીનો પરિચાલન ખર્ચ તેના કર્મચારીઓ અને વહીવટી ખર્ચ અને કાચા માલ, વીજળી, ઈંધણ અને વીમામાં તેનો વધારો થયો છે, તે સૂચવે છે કે, તેમનો વ્યવસાય વધી રહ્યો છે.
સૌથી મહત્વની ઘટનાઓમાંની એક પેઢીની શુદ્ધ અચલ સંપત્તિઓમાં વધારો થઈ રહ્યો છે, જેમ કે, જમીન, મકાન, મશીનરી અને આવા પ્રકારની તમામ સંપત્તિઓના શુદ્ધ મૂલ્ય, કે જેની સમય મર્યાદા લાંબો સમય સુધી ચાલતી હોય છે અને તેને સરળતાથી રોકડમાં પરિવર્તિત કરી શકાતી નથી. કુસુમ ફિનસર્વની શુદ્ધ અચલ સંપત્તિ નાણાકિય વર્ષ 2015માં 51.74 લાખ રૂપિયા હતી તે વધીને તાજેતરના નાણાકિય વર્ષમાં 23.25 કરોડની થઈ ગઈ છે. આ વૃદ્ધિમાં બે મોટા ઉછાળા સામેલ હતા. નાણાકિય વર્ષ 2016માં તેમાં વધારો થઈને 9.51 કરોડ રૂપિયા થઈ હતી, જે પાછલા વર્ષની તુલનામાં 1,738 ટકા વધુ હતી. વર્ષ 2018માં 2.60 કરોડ રૂપિયાથી વધીને નાણાકિય વર્ષ 2019માં તેની શુદ્ધ અચલ સંપત્તિ 23.25 કરોડ થઈ ગઈ છે.
એક અન્ય પરિમાણ (પેરામીટર) જે બેલેન્સ શીટમાં ઊભી છે, તે પેઢીની વર્તમાન સંપત્તિઓમાં પ્રારંભિક વૃદ્ધિ થઈ છે, આ દિન-પ્રતિદિનના વ્યાવસાયિક સંચાલનને ચલાવવાની માટે કાર્યરત છે અને તેમાં રોકડ, સ્ટોક ઇન્વેન્ટ્રી અને ખરીદદારોની બાકી રકમનો સંવેશ થાય છે. નાણાકિય વર્ષ 2015માં રૂ. 37.80 લાખથી કુસુમ ફિનસર્વની વર્તમાન સંપત્તિ વધીને નવા નાણાકિય વર્ષમાં અવિશ્વસનીય રીતે 33.43 કરોડ રૂપિયાનો એટલે કે 88 ગણો વધારો થયો છે. નાણાકિય વર્ષ 2017માં સર્વોત્તમ વધારો નોંધાયો હતો, જ્યારે વર્તમાન સંપત્તિનું મૂલ્ય 81.65 કરોડ રૂપિયા હતું, તે વર્ષ 2015ના આંકડા કરતાં 216 ગણું વધારે હતું.
પેઢીને ધિરાણના એક સમૃદ્ધ પ્રવાહ દ્વારા ચલાવવામાં આવી છે, જેને સમાંતર અથવા સમાંતર વિના એક વ્યક્તિ અથવા એકમ દ્વારા દ્વારા સુરક્ષિત અથવા અસુરક્ષિત આપવામાં આવે છે. પેઢીના નાણાકિય નિવેદનો દ્વારા જાની શકાય છે કે, નાણાકિય વર્ષ 2018 સુધી અસુરક્ષિત ધિરાણો સુધી તેની પહોંચ હતી. વર્ષ 2013માં જ્યારે કુસુમ ફિનસર્વ હજુ કંપની તરીકે હતી ત્યારે તેણે અસુરક્ષિત ધિરાણમાં 16.36 લાખ રૂપિયાની જવાબદારી જાહેર કરી હતી, એટલે કે સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો તેને આ રકમ કોઈ પણ થાપણ મૂકીને તેને ચૂકવવા માટેની જવાબદારી સાથે મળી હતી. નાણાકિય વર્ષ 2014માં આ જવાબદારી વધીને 1.22 કરોડ રૂપિયા થઈ ગઈ હતી, અને તેના પછીના વર્ષમાં તે વધીને 2.71 કરોડ રૂપિયા થઈ ગઈ હતી.છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસાયબરસેલેને મળી સફળતા, તાપસમા ખુલ્યું આરોપી સંબંધમાં જેઠ હતો
Next article2019 સાથે રૂપાણીની વિદાય નિશ્ચિત…?, નવા વર્ષે ગુજરાતને મળશે નવા નાથ..?