Home મનોરંજન - Entertainment અમિતાભ બચ્ચનને બીસીસીઆઈ દ્વારા વર્લ્ડકપની સ્પેશિયલ ગોલ્ડન ટિકિટ અપાઈ

અમિતાભ બચ્ચનને બીસીસીઆઈ દ્વારા વર્લ્ડકપની સ્પેશિયલ ગોલ્ડન ટિકિટ અપાઈ

13
0

(GNS),06

માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ દુનિયાના ફિલ્મ જગતમાં ખ્યાતિ ધરાવતા અને ક્રિકેટ પ્રત્યે રસ ધરાવતા અમિતાભ બચ્ચનને ભારતમાં યોજનારા વર્લ્ડકપ માટે ખાસ ભેટ આપવામાં આવી છે. અમિતાભ બચ્ચન ભારતમાં યોજાનારા વર્લ્ડકપની કોઈપણ મેચ જોવા જઈ શકે તે માટે તેમને સ્પેશિયલ ભેટ આપવામાં આવી છે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ દ્વારા બચ્ચનને ગોલ્ડન ટિકિટ આપવામાં આવી છે. મહત્વનું છે કે બચ્ચન ક્રિકેટના અને ભારતીય ટીમના બહુ મોટા ફેન છે, અગાઉ પણ તેઓ વર્લ્ડકપ દરમિયાન મેચ જોવા માટે મેદાનમાં પહોંચ્યા છે અને તેમનો જુસ્સો મેદાન પર જોવા મળ્યો છે. બીસીસીઆઈના સેક્રેટરીએ BCCI તરફથી સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને ગોલ્ડન ટિકિટ આપીને ઉત્સાહ વ્યક્ત કર્યો છે. જય શાહે ટ્વિટ કરીને લખ્યું છે કે, અમે સૌ કોઈ ભારે ઉત્સાહમાં છીએ કે તમે ક્રિકેટ વર્લ્ડકપ 2023 દરમિયાન અમારી સાથે છો. પોતાને મળેલી ટિકિટ બદલ અમિતાભ બચ્ચને પણ BCCIનો આભાર વ્યક્ત કર્યો છે.

BCCI દ્વારા ટ્વિટ કરીને લખવામાં આવ્યું છે કે, આપણા ગોલ્ડન આઈકનને ગોલ્ડન ટિકિટ! અમિતાભ બચ્ચને BCCI તરફથી જય શાહના હસ્તે ગોલ્ડન ટિકિટ આપવામાં આવી છે. BCCI દ્વારા ટ્વિટમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, દિગ્ગજ કલાકાર અને ક્રિકેટ માટે ઉત્સાહી, અમિતાભ બચ્ચન સતત ભારતીય ટીમને સપોર્ટ કરતા રહે છે અને આગળ પણ આમ કરીને અમને સૌને પ્રોત્સાહિત કરશો. વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. 15 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે જેમાં કેટલાક નામો કપાયા છે જ્યારે હાલ ફોર્મમાં ચાલી રહેલા ઈશાન કિશન, શુબમન ગિલ જેવા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. વર્લ્ડકપ 2023ની શરુઆત 5 ઓક્ટોબરથી થઈ રહી છે, જે 19 નવેમ્બર સુધી યોજાશે. ભારતની પહેલી મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમાવાની છે, જ્યારે આજ મહિનામાં 14મી તારીખે પાકિસ્તાન સામે ટીમ રમવા માટે ઉતરશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબીગ બી અને શાહરુખાનના મિસ્ટ્રી પ્રોજેક્ટે વધાર્યો રોમાંચ
Next articleસૌરવ ગાંગુલીની બાયોપિકમાં મુખ્ય રોલ માટે આયુષ્માન ખુરાનાની પસંદગી કરાઈ