Home ગુજરાત અમરોલી ખાતે વૃક્ષારોપણ કરી વડાપ્રધાનશ્રીના “એક પેડ મા કે નામ’ અભિયાનમાં સહભાગી...

અમરોલી ખાતે વૃક્ષારોપણ કરી વડાપ્રધાનશ્રીના “એક પેડ મા કે નામ’ અભિયાનમાં સહભાગી થતા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ

14
0

(જી.એન.એસ) તા. 28

સુરત,

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સહભાગી થવા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે તેમના મત વિસ્તારના ધી અમરોલી વી. વી. કાર્યકારી સહકારી મંડળી ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘એક પેડ માં કે નામ’ અભિયાન શરૂ કરાવીને ભારતના અને વિશ્વભરના લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલી રૂપે એક વૃક્ષ વાવવાનું આહવાન કર્યું હતું. જેનો હકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના પરિવાર સાથે વૃક્ષા રોપણ કરીને ‘એક પેડ માં કે નામ’ અભિયાનને ગુજરાતમાં વેગ આપ્યો છે. વન અને પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રીએ સૌ નાગરિકોને આ અભિયાનમાં જોડાઈને પોતાની માતા અને ભારત માતાના નામે વૃક્ષારોપણ કરવા આહવાન કર્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઉજવણી ઉલ્લાસમય શિક્ષણની; ૨૧મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪: ત્રીજો દિવસ
Next articleદુબઈથી સોનાની તસ્કરીની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી