Home ગુજરાત અમરેલીમા હેકરોની લડારમાં ભાજપના નેતાઓ મહામંત્રી બાદ ડો.ભરત કાનાબારનું ઇન્સ્ટાગ્રામ હેક થયું

અમરેલીમા હેકરોની લડારમાં ભાજપના નેતાઓ મહામંત્રી બાદ ડો.ભરત કાનાબારનું ઇન્સ્ટાગ્રામ હેક થયું

41
0

રાજ્યભરમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે. અનેક લોકોના સોશિયલ મીડિયાના એકાઉન્ટ હેક થઈ રહ્યા છે. ત્યારે અમરેલી ભાજપ નેતા અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો.ભરત કાનાબારનું ઇન્સ્ટાગ્રામ એકાન્ટ હેક કરવામાં આવ્યું હતું. ડો.ભરત કાનાબારના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી પણ પૈસાની માંગણી કરવામાં આવી હતી. જેથી આ અંગે માહિતી મળતા ડો.ભરત કાનાબાર સતર્ક થઈ એક મેસેજ જાહેર કર્યો છે. રાજ્યભરમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે. સેલિબ્રિટી, નેતાઓ અને અધિકારીઓના સોશિયલ મીડિયાના એકાઉન્ટ હેક થવાની ઘટનાઓ અનેકવખત બને છે. હેક કર્યા બાદ ગ્રુપ સર્કલ મિત્રોને મેસેજ કરી પૈસાની માંગણી કરવામાં આવતી હોય છે.

ત્યારે અમરેલીમાં 5 દિવસ પહેલા જિલ્લા ભાજપ મહામંત્રી ભૂપેન્દ્ર બસિયાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું હતું, ત્યારબાદ તેમના ગ્રુપ સર્કલમાં પૈસાની માંગણી કરવામાં આવતા મહામંત્રી ભૂપેન્દ્ર બસીયા ચોકી ઉઠ્યા હતા અને તપાસ કરતા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરી લેવાયું હોવાનું જોવા મળ્યું હતું. જેથી અમરેલી સાઇબર ક્રાઇમને કેટલાક સ્ક્રીન શોર્ટ સાથે જાણ કરવામાં આવી હતી. જેને લઈ સાયબર ક્રાઇમની ટીમ તપાસ કરી રહી હતી.

આ વચ્ચે અમરેલી ભાજપ નેતા અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો.ભરત કાનાબારનું ઇન્સ્ટાગ્રામ એકાન્ટ હેક કરવામાં આવ્યું હતું. ડો.ભરત કાનાબારના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી પણ પૈસાની માંગણી કરવામાં આવી હતી. જેથી આ અંગે માહિતી મળતા ડો.ભરત કાનાબાર સતર્ક થઈ એક મેસેજ જાહેર કર્યો છે. જેમાં ડો.ભરત કાનાબારે જણાવ્યું હતું કે, મારુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું છે અને તે એકાઉન્ટની મદદથી કોઈ પેસાની મદદ માંગે છે

તો મિત્રો, શુભેચ્છકો, પૈસાની માગણી કરતો કોઈપણ મેસેજ ધ્યાનમાં ના લઈ તેને અવગણવા વીનંતી છે. મેં આવી કોઈ મદદ માટેની કોઈ પોસ્ટ મૂકી નથી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમાળીયાના જશાપર ગામે એક આરોપીને પોલીસે 25 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપ્યો
Next articleગાંધીનગરના ચરેડી વિસ્તારમાંથી સેકટર-24ના ઈલેક્ટ્રીશીયનની બિનવારસી હાલતમાં લાશ મળી