Home દેશ - NATIONAL “અમને ઓછા વજન ધરાવતા બુલેટ પ્રૂફ હથિયારની જરૂર છે”

“અમને ઓછા વજન ધરાવતા બુલેટ પ્રૂફ હથિયારની જરૂર છે”

393
0

આર્મી ટેક્નોલોજી સેમિનારમાં સેના પ્રમુખ બિપિન રાવતનું નિવેદન
“(S.yuLk.yuMk)LÞw rËÕne,íkk.08
નવી દિલ્હીમાં આર્મી ટેક્નોલોજી સેમિનારમાં સેના પ્રમુખ બિપિન રાવતે મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું હવે સમય આવી ગયો છે કે આપણે હથિયારોના આયાતમાં આગળ વધીએ. આપણા જેવા દેશે આગલુ યુદ્ધ પોતાની જાતે બનાવેલા હથિયારોથી લડવા માટે તૈયાર રહેવુ જોઈએ. અમને ઓછા વજન ધરાવતા બુલેટ પ્રૂફ હથિયાર અને ઈંધણ સેલ ટેકનિકની જરૂર છે. અમને સંપૂર્ણ આશા છે કે જો અમને ઈન્ડસ્ટ્રીનો સપોર્ટ મળે તો અમે આ માર્ગે એક પગલુ આગળ વધારીશુ. મેડ ઈન ઈન્ડિયા અનુસાર સતત દેશમાં હથિયાર બનાવવાનું કામ ચાલી રહ્યુ છે. અગાઉ આર્મી ચીફ આતંકવાદ, પાકિસ્તાન અને કાશ્મીરના મુદ્દે નિવેદન આપી ચૂક્યા છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર તરફથી કાશ્મીરમાં વાર્તાકાર દિનેશ્વર શર્માની નિમણૂક પર તેમણે કહ્યું હતુ કે તેમને સમય આપવો જોઈએ પરંતુ આર્મીના ઓપરેશન પર આની કોઈ અસર પડશે નહીં. બિપિન રાવતે કહ્યું હતુ કે ગત કેટલાય સમયથી ખીણની પરિસ્થિતિ સારી છે. ઘુસણખોરી ઓછી થઈ છે. તેમણે કહ્યું કે અમે આતંકવાદીઓને સરહદ પર માર્યા છે. જેના કારણે સુધારો આવ્યો છે. પરિસ્થિતિ સતત સુધરી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગોરખપુરની મેડિકલ કોલેજમાં ભીષણ આગ, કારણ અકબંધ
Next articleપાણીના પ્રશ્નનો ઉકેલ નહીં આવતા આ નેતાને પહેરાવાયો જૂતાનો હાર