Home ગુજરાત અમદાવાદ હાઇવે પર લક્ઝરી બસ ટ્રક પાછળ ઘૂસી જતાં અકસ્માત, 10થી વધુ...

અમદાવાદ હાઇવે પર લક્ઝરી બસ ટ્રક પાછળ ઘૂસી જતાં અકસ્માત, 10થી વધુ ગંભીર રીતે ઘાયલ

26
0

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઇવે પર ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 10થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત બન્યા હતા. લીંબડીના જનશાળી ગામના પાટિયા પાસે ઊભેલી બંધ ટ્રક પાછળ ખાનગી લક્ઝરી બસ ઘૂસી જતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. એમાં બસમાં અંદાજે 40 લોકો સવાર હતા, જેમાં 10થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચતાં 4 જેટલી 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઇવે પર અવારનવાર ગોઝારા અકસ્માતના બનાવો બનતા હોય છે.

એમાં અનેક લોકો અકાળે મોતને ભેટતા હોય છે. ત્યારે લીંબડી-અમદાવાદ હાઇવે પર ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 10થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત બન્યા હતા. આ ગોઝારા અકસ્માતની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઇ નહોતી. પ્રાથમિક તપાસમાં ખાનગી લક્ઝરી બસ જૂનાગઢથી અમદાવાદ તરફ આવી રહી હતી. એ દરમિયાન આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

લીંબડીના જનશાળી ગામના પાટિયા પાસે ઊભેલી બંધ ટ્રક પાછળ ખાનગી લક્ઝરી બસ ઘૂસી જતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામનાં દૃશ્યો પણ સર્જાયાં હતાં. બસમાં સવાર અંદાજે 40લોકો સવાર હતા, જેમાં 10થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચતાં 4 જેટલી 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતની ઘટના બાદ લોકોનાં ટોળેટોળાં અકસ્માતના સ્થળે દોડી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે તાકીદે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોર્પોરેટ ત્રિમાસિક પરિણામોની સીઝન પૂર્વે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ…!!
Next articleપહેલીવાર દર્દીને સરકારી એર એમ્બ્યુલન્સમાં ભાવનગરથી 58 મિનિટમાં સુરતની ખાનગી હોસ્પિટલમાં પહોંચાડાયા