(GNS NEWS)
ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં એક હૃદય કંપાવી દેતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. માણસાઈ અને ગુજરાતમાં કહેવાતી દારૂબંધીને ખુલ્લી ચેલેન્જ અપાતી હોય તેમ અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસ પાસે નશામાં 8 થી10 વર્ષની ઉંમરનું એક બાળક અંધારામાં સિગારેટના ધૂમાડો ઉડાડતો દેખાયો હતો. એ નિર્દોષ બાળકને કયા માણસાઈના દુશ્મને નશો કરાવ્યો હશે અને તેને આ રીતે ભટકતો કર્યો હશે? તે મોટો સવાલ છે. બાળકને નશો કરાવીને આમ ટ્રાફિકમાં નશાની હાલતમાં સિગારેટના કશ મારતો કર્યો હશે? પોલીસ આવા માસૂમના જીવન સાથે રમત રમતાં નશાના સોદાગરો સામે કાર્યવાહી કરી બતાવે એ જરૂરી છે. શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ છાશવારે દારૂ ઝડપે છે. પોલીસ કમિશનરનું ડીસીબી પણ દારૂનો જથ્થો પકડતી હોય છે. પણ બાળકોને આવી લત લગાડનારને ઝડપી પાડે એ જરૂરી બન્યું છે. દારૂ ઉપરાંત શહેરમાં ડ્રગ્સનું દૂષણ પણ અવારનવાર પકડાતા એમડી ડ્રગ્સ સહિતના નશાના જથ્થા તેની ચાડી ખાય છે.નશાબંધી મંડળના પ્રોજેક્ટ ડાયરેક્ટર પ્રફુલ નાયકે જણાવ્યું હતું કે, બાળકો રખડતા હોય, કોઈ અસરો ના હોય તેવા બાળક મજૂરી કરીને નાની ઉંમરથી જ નશો કરે છે. ઘરમાં વાતાવરણ પણ જવાબદાર છે. ન્યાય અને અધિકારી કેન્દ્ર દ્વારા વ્યસન મુક્તિ કેન્દ્ર અનુદાન દ્વારા ચાલે છે. ગુજરાતમાં બાળકો માટે કોઈ રિહેબ સેન્ટર નથી. બાળકો ઝડપથી વ્યસન છોડવા આવતા નથી. બાળકો વ્યસને ચડ્યા હોય તેમને અમારા ત્યાં કાઉન્સેલિંગ માટે લાવવામાં આવે છે. કાઉન્સેલિંગ સિવાય ક્યારેય સાઈકિયાટ્રિક અને મેડિકલ ઓફિસરના ઓબ્ઝર્વેશનમાં દવા આપવામાં આવે છે.અમદાવાદમાં અનેક જગ્યાએ બાળકો રોડ પર ભીખ માંગતા કે નાની મોટી વસ્તુઓ વેચતા જોવા મળ્યા છે. પરંતુ અમદાવાદમાં નશો કરતા 8-10 વર્ષના બાળક પણ છે. આ વાત પોલીસ કમિશનર કચેરીના નજીકથી વાઈરલ થયેલા વીડિયોના આધારે સાબિત થઇ છે. વીડિયોમાં બાળક રમવાની ઉંમરે નશો કરીને લથડીયાં ખાતો ફરતો દેખાઈ રહ્યો છે. અજાણ્યો બાળક મોંઢામાં સિગારેટ રાખીને ખૂલ્લ્લેઆમ લથડતો જઈ રહ્યો છે.આ બાળકનો વીડિયો વાઈરલ થતા તંત્ર પણ જાગ્યું છે. વાઈરલ વીડિયોની પોલીસને જાણ થતાં માધુપુરા પોલીસ દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સમાજ સુરક્ષા વિભાગને પણ જાણ થતાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા પણ આ બાળકની શોધખોળ શરુ કરવામાં આવી છે. જોકે, આ બાળક મળ્યા બાદ બાળકને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે તથા બાળકનું નશાબંધી વિભાગ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવશે.મહત્વની વાત એ છે કે, અમદાવાદ સહિત ગુજરાતમાં ક્યાંય પણ 18 વર્ષથી નીચેની વયના બાળકો માટે કોઈ જ રિહેબ સેન્ટર નથી કે, જ્યાં બાળકને રાખીને સુધારી શકાય. બાળકને કાયદેસર રીતે પુખ્ત વયના લોકો સાથે રિહેબ સેન્ટરમાં પણ રાખી શકાતા નથી. માટે બાળક મળી પણ જાય અને તેને થોડા દિવસ ઓબ્ઝર્વેશનમાં પણ રાખવામાં આવે. પરંતુ તે સમય પૂરો થયા બાદ બાળક ફરીથી આઝાદ થઇ જાય અને ફરીથી નશો કરે તેવી પૂરી શક્યતા છે.આ અંગે માધુપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ આઈ.એન.ઘાસુરાએ જણાવ્યું હતું કે, અમને વીડિયો અંગે જાણ થતાં અમે અલગ-અલગ જગ્યાએ બાળકોની શોધખોળ શરુ કરી છે. વિસ્તારના સ્થાનિકોને બાળક વિષે પૂછી રહ્યા છીએ. બાળક મળતાં જ આગળની કાર્યવાહી કરવામાં આવશે તથા બાળકને નશાના રવાડે લઇ જનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.જિલ્લા બાળ સુરક્ષા અધિકારી એચ.એમ પરમારે જણાવ્યું હતું કે, અમે આ પ્રકારના બાળકનું રેસ્ક્યૂ કરીને નશા મુક્તિના કેન્દ્રમાં દાખલ કરીએ છીએ.આ પ્રકારના બાળક મોટા ભાગે સાયકોલોજી, ઘરમાં થતાં વિવાદ, ડિપ્રેશન અથવા એવા લોકોના સંપર્કમાં આવ્યું હોય તેના કારણે નશાના રવાડે ચડી જાય છે. અમે આ બાળકને શોધવા તજવીજ હાથ ધરી છે.ચાઈલ્ડ સાઈકિયાટ્રિક ડૉ . હિમાંશુએ જણાવ્યું હતું કે, બાળક સૌથી વધુ બીજાને જોઈને અનુકરણ કરે છે.આ ઉપરાંત અનેક અલગ અલગ કારણ હોય છે, બાળકને આ માટે કાઉન્સેલિંગ કરીને કારણ જાણવું જરૂરી છે. કોઈ દબાણમાં પણ કરાવતું હોય છે. આ પ્રકારના બાળકોનું રેગ્યુલર કાઉન્સેલિંગ કરવું જરૂરી છે. બાળક ફરીથી નશાના રવાડે ચડી શકે તેવી પણ શક્યતા રહેલી છે
(GNS NEWS)
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.