Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદ ના સરખેજ વિસ્તારમાં એક બિલ્ડરે જમીન દલાલ પર કર્યું ફાયરિંગ

અમદાવાદ ના સરખેજ વિસ્તારમાં એક બિલ્ડરે જમીન દલાલ પર કર્યું ફાયરિંગ

31
0

(જી.એન.એસ) તા. 19

અમદાવાદ,

કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડાડતી ઘટના અમદાવાદ ના સરખેજ માં બનવા પામી છે, આ ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિને ખભાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આનંદનગર વિસ્તારમાં રહેતા અને જમીન દલાલનું કામ કરતા હરદતસિંહ જાદવે તેના બિલ્ડર મિત્ર નિલેશ ખંભાયતાની બાપુનગર ખાતેની સ્કીમમાં બે ફ્લેટ બુક કરાવ્યા હતા. જે સ્કીમ બંધ થઈ જતા જમીન દલાલ હરદતસિંહે બિલ્ડર નિલેશ ખંભાયતા પાસે તેના પૈસા પરત માંગ્યા હતા. જોકે નિલેશે અમુક રૂપિયા પરત આપ્યા હતા અને બાકીના રૂપિયાની ઉઘરાણી કરતા બિલ્ડરની નીલેશે હરદતસિંહને મળવા બોલાવી તેની પાસે રહેલા દેશી કટાથી ફાયરિંગ કર્યું હતું. જમીન દલાલ હરદતસિંહની ફરિયાદને આધારે પોલીસે બિલ્ડર નિલેશની ધરપકડ કરી છે.

 

જમીન દલાલ હરદતસિંહની ફરિયાદના આધારે સરખેજ પોલીસે બિલ્ડર નિલેશ ખંભાયતાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે બિલ્ડર નિલેશે જેનાથી ફાયરિંગ કર્યું તે દેશી કટ્ટો તેને દસ વર્ષ પહેલાં યુપી બિહારથી તેમની સાઈટ પર કામ કરતા મજૂરો પાસે મંગાવ્યો હતો, ત્યારે હવે પોલીસ એ પણ તપાસ કરે છે કે નીલેશે દેશી કટો મંગાવવાનું કારણ શું હતું અને આ દેશી કટ્ટાનો ઉપયોગ તેણે અન્ય કોઈ ગુનામાં કર્યો છે કે કેમ.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વર્ષ 2014માં જમીન દલાલ હરદતસિંહ તેના મિત્ર ઉપેન્દ્રસિંહ ચાવડા થકી બિલ્ડર નિલેશ ખંભાયતાના સંપર્કમાં આવ્યા હતા. જે બાદ નિલેશ ખંભાયતાએ બાપુનગરમાં ફ્લેટની સ્કીમ શરૂ કરી હતી. જે સ્કીમમાં જમીન દલાલ હરદતસિંહે 30 લાખ રૂપિયામાં બે ફ્લેટ બુક કરાવ્યા હતા. જોકે કોઈ કારણસર આ ફ્લેટની સ્કીમ બંધ રહેતા બિલ્ડર નીલેશે 30 લાખમાંથી 17 લાખ રૂપિયા પરત આપી દીધા હતા. જોકે બાકીના 13 લાખ માટે હરદતસિંહ બિલ્ડર પાસે ઉઘરાણી કરતા હતા. આખરે હરદતસિંહે ફરીથી પૈસાની ઉઘરાણી કરતા બિલ્ડર નિલેશે તેને એક કાફેમાં મળવા બોલાવ્યા હતા. જ્યાંથી તેણે અન્ય જગ્યા પર જઈને વાતચીત કરવાનું કહેતા જમીન દલાલ પોતાની ગાડીમાં બેસી જતા હતા તે દરમિયાન બિલ્ડર નિલેશે પોતાનું બાઈક ગાડી પાસે લાવી જમીન દલાલ હરદતસિંહ પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં જમીન દલાલને ખભાના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

 

 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંઘીનગર સંસદીય મતવિસ્‍તારમાં સૌ પ્રથમ વર્ષ- ૧૯૬૭માં યોજાયેલ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં અકલ્પનીય ૬૮.૭૫ ટકા મતદાન થયું હતું
Next articleજે દેશ આતંકવાદનો સપ્લાયર છે તે આજે લોટ મેળવવા માટે તડપી રહ્યું છે: વડાપ્રધાન મોદી