Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદ ના લોગાર્ડન ખાતે વેપારીઓએ અચૂક મતદાનના શપથ ગ્રહણ કર્યા

અમદાવાદ ના લોગાર્ડન ખાતે વેપારીઓએ અચૂક મતદાનના શપથ ગ્રહણ કર્યા

67
0

(G.N.S) Dt. 10

અમદાવાદ,

લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત અમદાવાદ જિલ્લામાં ચૂંટણી તંત્ર અને શિક્ષણાધિકારીની કચેરી દ્વારા મતદાન જાગૃતિ અને અચૂક મતદાનના પ્રચાર માટે અનેકવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.
મતદાન જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે શહેરના બગીચાઓમાં સવારે ચાલવા આવતા, કસરત અને યોગ કરતા વિવિધ ગ્રુપમાં મતદાન જાગૃતિ ફેલાવવામાં આવે છે તેમજ નાગરિકોને અચૂક મતદાન કરવા માટે પ્રેરવામાં આવે છે.

આવા જ એક કાર્યક્રમ અંતર્ગત શહેરના લો ગાર્ડન ખાતે લૉ ગાર્ડન વેપારી ગ્રુપને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી વતી ડૉ. એમ. આર કુરેશી મદદનીશ નોડલ ઓફિસર દ્વારા મતદાન જાગૃત્તિ અંગે માહિતી પૂરી પાડીને અચૂક મતદાનના શપથ લેવડાવવામાં આવ્યા હતા. વેપારીઓએ શપથ ગ્રહણ કરીને ફરજિયાત મતદાન કરશે તથા અન્યોને પણ કરાવશે તેવી ખાતરી આપી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવૈજ્ઞાનિક સંશોધનને સશક્ત બનાવવા અને નિપુણતા વધારવાથી હોમિયોપેથીની તબીબી વ્યવસ્થા તરીકેની સ્વીકૃતિ અને લોકપ્રિયતામાં વધારો થશે – શ્રીમતી દ્રોપદી મુર્મુ, ભારતનાં રાષ્ટ્રપતિ
Next articleઉપરાષ્ટ્રપતિએ ઈદ-ઉલ-ફિત્રની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી