(જી.એન.એસ.રવીન્દ્ર ભદોરિયા) તા.૧૩
શ્રાવણ માસની શરૂઆત 17 જુલાઈથી થઈ છે. આ મહિનાથી અનેકવિધ વ્રત અને તહેવારોનો પણ પ્રારંભ થાય છે. શ્રાવણ માસ શિવજીની આરાધના કરવાનો ઉત્તમ સમય હોય છે. આ માસમાં શિવજીની પૂજા કરવાથી ભક્તોની સમસ્યાઓ શિવજી દૂર કરે છે. માતા પાર્વતી અને શિવજીની પૂજા આ માસમાં જે ભક્ત કરે છે તેના પર શિવજીની અસીમ કૃપા વરસે છે. ત્યારે શ્રાવણ માસ દરમિયાન અમદાવાદ વટવા વિસ્તાર માં આવેલ રતનેશ્વર પાર્કમાં શિવજીના મંદિરે શિવભક્તોએ મંત્ર ના જાપ સાથે પૂજા અર્ચના કરી. વટવા વિસ્તાર માં આવેલ રતનેશ્વર પાર્ક માં સોમવારના દિવસે રાત્રે મહાદેવના મંત્ર સાથે પૂજા કરી હતી. આ પૂજા વિધિ દરમિયાન વટવા માં આવેલ રતનેશ્વર પાર્ક ના તમામ લોકો હાજર રહ્યા હતા શ્રાવણ માસમાં રુદ્રાભિષેક પણ ખાસકરીને કરવામાં આવે છે. શિવજીનો અભિષેક અલગ અલગ દ્રવ્યોથી કરવામાં આવે છે. આ વર્ષે શ્રાવણ માસમાં 4 સોમવાર આવે છે. શ્રાવણ માસનો અંતિમ સોમવાર 15 ઓગસ્ટના રોજ આવશે. આ દિવસ રક્ષાબંધન પણ ઉજવાશે. શ્રાવણ માસમાં અનેક શુભ સંયોગ પણ સર્જાશે. પહેલા સોમવાર પર પંચમીની તિથિ છે. જ્યારે બીજા સોમવારે પ્રદોષ વ્રત સાથે સર્વાર્થ સિદ્ધ અમૃત સિદ્ધિ યોગ, ત્રીજા સોમવારે નાગપંચમી અને ચોથા સોમવારે ત્રયોદશીની તિથિ ઉજવાશે.
શ્રાવણ માસ ને લઈ શિવભક્ત બિપિન પટેલે દર શ્રાવણ માસ માં મહાદેવની પૂજા વિધિ મંત્ર, તંત્ર અને તન થી કરે છે. બિપિન ભાઈ આ પૂજા વિધિ માં સોસાયટીમાં ના દરેક સભ્યને લઈ પૂજા વિધિ સફળ કરે છે. રતનેશ્વર પાર્ક માં આવેલ મહાદેવ શિવાલય જે વર્ષો થી આ પાર્ક ના લોકો માટે અસ્થાનો પ્રતીક રહ્યો છે. અસ્થાનો પ્રતીક હોવાથી શ્રાવણ માસ માં રતનેશ્વર વા સ્થાનિકોએ શિવ ઉપર બેલપત્રી ચડાવી શિવ મંત્રો સાથે પૂજા પ્રારંભ કરી હતી. મંદિરના પૂજારી નિકુંજ ભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે અમે એમ તો આ મંદિરની પૂજા અર્ચના કરીયે છીએ પણ અત્યારે શ્રાવણ માસ એટલે કે શિવ મહિમા માં ના દિવસો હોવાથી દર સોમવારે રાત્રે એક અલગ પ્રકારની પૂજા રાખીયે છીએ અને એમાં રતનેશ્વર પાર્ક ના રહીશો એક થઈ વારા પછી વારા તરીકે ભગવાન મહાદેવની શિવલિંગ ઉપર બેલપત્રી, ચંદન લગાઈ પૂજા થાય છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.