Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદમાં સિંધુભવનના લોંજ કાસાનોવા કેફેની આડમાં હુક્કાબાર ઝડપાયો

અમદાવાદમાં સિંધુભવનના લોંજ કાસાનોવા કેફેની આડમાં હુક્કાબાર ઝડપાયો

22
0

(G.N.S) dt. 14

અમદાવાદ,

સરકારે દ્વારા હુક્કાબાર ઉપર પ્રતિબંધ લાદી દીધા બાદ પણ કેટલાક હુક્કાબારના સંચાલકો હજુ પણ ગેરકાયદેસર હુક્કાબાર ચલાવી રહ્યાં હોય તેવું જોવા મળ્યું હતું. આ હુક્કાબાર પકડાયા બાદ એવી પણ ચર્ચા જાગી છે કે, અમદાવાદ શહેરમાં હજુ પણ અનેક જગ્યાએ ગેરકાયદે રીતે હુક્કાબાર ધમધમી રહ્યાં હોય તેવા સમાચાર સૂત્રો દ્વારા મળી રહ્યા છે.

અમદાવાદના પોલીસ વિભાગ દ્વારા સિંધુભવન રોડના એક લોંજ કાસાનોવા કેફેની આડમાં હુક્કાબાર ચાલતો ઝડપ્યો છે. પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીમાં 32 જેટલા યુવક-યુવતીઓ હુક્કો પીતા ઝડપાયા છે. ઉલ્લેખનીય છે કે, કેફેમાંથી 6 હુક્કા, 75 અલગ અલગ ફલેવરના પેકેટ મળ્યા છે. પોલીસે કાસાનોવા કેફેમાંથી 16 હજાર 580નો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમજ હુક્કાબારના માલિક પિન્કેશ પટેલ, રાજદીપ સોની અને કમલેશ બગડા હોવાની વિગતો સામે આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆ વર્ષે અમરનાથ યાત્રા 29મી જૂન 2024 થી શરૂ થશે અને 19મી ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમાના રોજ સમાપ્ત થશે
Next articleકચ્છમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે અંજાર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું