Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદમાં મુન્દ્રા સેઝમાં ડીઆરઆઈએ 74 કરોડનાં બ્રાન્ડેડ કૉસ્મેટિક્સ જપ્ત કર્યા

અમદાવાદમાં મુન્દ્રા સેઝમાં ડીઆરઆઈએ 74 કરોડનાં બ્રાન્ડેડ કૉસ્મેટિક્સ જપ્ત કર્યા

36
0

તાજેતરમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સએ એપીસેઝ મુંદ્રા ખાતે આયાત કરાયેલા કન્ટેનરમાંથી રૂ. 74 કરોડની કિંમતના બ્રાન્ડેડ કૉસ્મેટિક્સ સમાન જપ્ત કર્યો છે. ટેકસ બચાવવા માટે ખોટી માહિતી આપીને કન્ટેનરને આયાત કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં ડીઆરઆઈએ ચીનમાંથી કોસ્મેટિક આઈટમ સહિત વિવિધ પ્રતિબંધિત પદાર્થોની દાણચોરી પર કડક નજર રાખી રહ્યું છે.આ ઉપરાંત ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ અને આચારસંહિતા લાગુ થતાં પહેલાં ડીઆરઆઈ દ્વારા દાણચોરી પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

ડિઆરઆઇને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચાઇનાથી એપીસેઝ મુંદ્રા ખાતે બુક કરેલા કન્ટેનર ખોટી માહિતી દર્શાવી તેમાં પ્રતિબંધીત માલસામાન હોવાની શંકાના આધારે હોલ્ડ પર રાખવામાં આવ્યું હતું. જ્યારે દસ્તાવેજોમાં માલનું વર્ણન વેનિટી કેસના 773 પેકેટ હોવાનું જણાવ્યું હતું. અધિકારીઓએ કન્ટેનરમાં વિગતવાર તપાસ કરતા આગળની કેટલીક હરોળમાં જણાવ્યા મુજબનો માલ હતો પરંતુ તેની પાછળ મેક અપ ફાઉન્ડેશન, જેવા વિવિધ પ્રકારના સૌંદર્ય પ્રસાધનો છુપાયેલા મળી આવ્યા હતા.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદાહોદ નજીક બામનિયામાં ટાઈલ્સ ભરેલી ટ્રકે બાઇક સવારોને અડફેટે લઇ ફાટક તોડ્યું, 3 ના મોત
Next articleમોદીએ સભામાં ગાંધીનગર-કલોલ, દહેગામની વાત કરી, માણસામાં ભાજપની પકડ હોવાથી હરખસુધ્ધાં ન ઉચ્ચાર્યો