Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદમાં માં દવાખાને ગઈ અને પિતાએ એકલતાનો લાભ લઈ 8 વર્ષની દીકરી...

અમદાવાદમાં માં દવાખાને ગઈ અને પિતાએ એકલતાનો લાભ લઈ 8 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચર્યુ

35
0

પિતા પુત્રીના સંબંધને લાંછન લગાડતો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જે બાપે દીકરીનું રક્ષણ કરવાનું હોય તે બાપે જ સગી દીકરી સાથે દુષ્કર્મ કર્યું છે. માતા દવાખાનાના કામ અર્થે બહાર જતા સગા બાપે પોતાની 8 વર્ષની દીકરીની એકલતાનો ફાયદો ઉઠાવી દુષ્કર્મ કરી દીધું છે. આ અંગે માતાને જાણ થતાં માતાએ પિતા વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. કૃષ્ણનગરમાં રહેતા 35 વર્ષના પિતા પોતાની દીકરી માટે હેવાન સાબિત થયો છે.

આઠ વર્ષની એકની એક સંતાનને મૂકીને તેની માતા તેમના ફોઈને દવાખાને બતાવવા માટે લઈને ગયા હતા, ત્યારે ઘરમાં સગા બાપ અને આઠ વર્ષની દીકરી જ હતી. બાપની સગી દીકરી ઉપર જ દાનત બગડતા ઘરમાં કોઈ ન હોવાથી દીકરીને બોલાવીને તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યું હતું. જોકે આ અંગે દીકરીએ કોઈને જણાવ્યું ન હતું. પરંતુ માતા પરત આવતા જ્યારે દીકરી બીમાર પડી ત્યારે સાથે હોસ્પિટલ ગઈ હતી. ખાનગી હોસ્પિટલમાંથી બાળકીને જીસીએસ હોસ્પિટલમાં લઇ જવા સલાહ આપતા બાળકીને તેની માતા જીસીએસ હોસ્પિટલ લઈ ગઈ હતી.

જીએસસી હોસ્પિટલમાં ડોક્ટરે તપાસ કરતા બાળકી સાથે દુષ્કર્મની શંકા જતાં ડોક્ટરે પોલીસને જાણ કરી હતી. પોલીસ આવતા ડોક્ટરે વધુ તપાસ કરતા બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર મામલે પોલીસે બાળકીની માતાને જાણ કરી હતી. બાળકીની માતાએ બાળકી સાથે વાત કરી ત્યારે તેના પિતાએ જ દુષ્કર્મ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.

બાળકીની માટે સમગ્ર મામલે હેવાન પિતા વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. પોલીસને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, બાળકી સાથે તેના પિતાએ એક વખત દુષ્કર્મ કર્યું છે.

બાળકી ઘરે એકલી હતી, જેથી તેનો ફાયદો ઉઠાવીને દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આરોપી પિતાને પોલીસે રાઉન્ડઅપ કરી દીધો છે. ટૂંક જ સમયમાં આરોપીની ધરપકડ કરીને જેલના હવાલે કરવામાં આવશે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમેઘરજમાં ચાલુ કારમાં અચાનક આગ ભભૂકી, લોકો આગ બુજાવે તે પહેલાં જ કાર બળીને ખાખ
Next articleઉત્તરાખંડના જોશીમઠના 9 વિસ્તારના 603 મકાનોમાં તિરાડ, 43 પરિવારોને શિફ્ટ કરાયા