Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદમાં ખેલૈયાઓએ જીવના જોખમે મુકી રમવા પડશે ગરબા માત્ર 21 એન.ઓ.સી ક્લિયર...

અમદાવાદમાં ખેલૈયાઓએ જીવના જોખમે મુકી રમવા પડશે ગરબા માત્ર 21 એન.ઓ.સી ક્લિયર કરાઈ

11
0

(જી.એન.એસ)તા.૩

અમદાવાદ,

અમદાવાદ ,અમદાવાદ શહેર પોલીસે જાહેર કરાયેલી માર્ગદર્શિકામાં ગરબાના સ્થળે સુરક્ષા, સીસીટીવી અને અગ્નિશમન સહિતના આયોજનોની જવાબદારી આયોજકોની આજથી (3 ઓક્ટોબર)થી નવલી નવરાત્રી શરૂ થઇ રહી છે. શહેરમાં સૌથી વધુ પાર્ટી પ્લોટનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મળતી માહિતી પ્રમાણે ખેલૈયાઓની સુરક્ષા જોતા ફાયર વિભાગે 70 અરજીઓમાંથી 21 એન.ઓ.સી ક્લિયર કરી છે. દરેક ગરબા આયોજકે એનઓસી મેળવવી ફરજીયાત છે ત્યારે બુધવાર સાંજ સુધીમાં કુલ 21 એનઓસી મંજૂર કરવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસે 82 અરજીમાંથી એક પણ અરજીને મંજૂર કરી નથી.અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને  સ્પોન્સરશીપના આધારે ગેરકાયદેસર નાગપુર નેશનલ ફાયર કોલેજમાં પ્રવેશ મેળવનારા નવ અધિકારીઓને ફાયર એનઓસીનું કામ સોંપ્યું હોવાનું ખુલ્યુ છે.અમદાવાદ શહેર પોલીસે જાહેર કરાયેલી માર્ગદર્શિકામાં ગરબાના સ્થળે સુરક્ષા, સીસીટીવી અને અગ્નિશમન સહિતના આયોજનોની જવાબદારી આયોજકોની રહેશે તેમ સ્પષ્ટપણે કહ્યું છે. નવરાત્રી મહોત્સવમાં આયોજકો અને વ્યવસ્થાપકો માટે જારી કરાયેલી સુચના મુજબ, તમામ આયોજકોએ ગરબીની સ્થાપના આયોજનો અડચણ કે અવરોધ ન થાય તે રીતે કરવા ઉપરાંત પાર્કિંગની વ્યવસ્થા કરવાની રહેશે.વ્યાવસાયિક આયોજનોમાં એન્ટ્રી અને એક્ઝિટ ગેટોની સંખ્યા વધુમાં વધુ કરવાની રહેશે.ગરબામાં રમનાર અને જોનારા વચ્ચે મજબૂત બેરિકેડિંગ કરવા પણ આદેશ કરાયો છે. કોઈપણ આયોજકોએ સ્થળની ક્ષમતા કરતાં વધુ પ્રમાણમાં ટિકિટ કે પાસનું વેચાણ કે વિતરણ કરવા નહીં.વીજળી ગુલ થાય તો જનરેટર કે વૈકલ્પિક વ્યવસ્થા રાખવી.સ્ટેજની મજબૂતાઈ માટે PWDનું પ્રમાણપત્ર મેળવવું.દરેક દરવાજા ઉપર સિક્યોરિટીના માણસો રાખવા ઉપરાંત અલગથી ઈમરજન્સી ગેટની વ્યવસ્થા કરવા તાકીદ કરાઈ છે.ગરબાના સ્થળોએ લોકોની સલામતી, મહિલા સુરક્ષા, ટ્રાફિકની જાળવણી ઉપરાંત કોઈપણ પદાર્થના સેવન કરીને આવેલી વ્યક્તિ અંદર પ્રવેશે નહીં તે સ્પષ્ટ કરવા.એક-એક જવાબદાર વ્યક્તિની નિમણુંક કરી તેમના નામ-સરનામા અને મોબાઈલ નંબર પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે. એન્ટ્રી ગેટ ઉપર મેટલ ડિટેક્ટર વાળા પ્રવેશદ્વાર, બ્રેથ એનેલાયઝર, ગરબાના પ્રવેશ અને રમવાના સ્થળોએ સીસીટીવીની વ્યવસ્થા કરવાની રહેશે.કોઈ વ્યક્તિ બેગ કે અન્ય વસ્તુ લઈને આવે તો ચકાસણી કરવી અને તેને ટોકન આપીને જમા કરવી, ગ્રાઉન્ડ ઉપર લઈ જવા નહીં દેવાની ખાસ તાકીદ કરવામાં આવી છે.ગરબામાં 12 વાગ્યા સુધી જ માઈક વગાડી શકાશે અને સમયમર્યાદામાં ગરબા પુરા ક૨વા સાથે સુપ્રિમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવા તાકીદ કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆજનું રાશિફળ (02/10/2024)
Next articleમોરબીમાં એક યુક્તિનું બાઇક સ્લીપ થતાં પગ ફસાઇ ગયો અને તેજ દરમિયાન યુવાન પર ટ્રક ચડી ગયો