Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદના મણિનગરમાં તસ્કરો ઘરમાં ઘુસતા તિજોરી ખુલ્લી હતી, 11.80 લાખની મતાની ચોરી...

અમદાવાદના મણિનગરમાં તસ્કરો ઘરમાં ઘુસતા તિજોરી ખુલ્લી હતી, 11.80 લાખની મતાની ચોરી કરીને ફરાર

17
0

(જી.એન.એસ),તા.૧૭

મણીનગર,

મણિનગરમાં રહેતા અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા બિલ્ડર પરિવાર સાથે બહાર ગયા હતા ત્યારે તસ્કરો રૂપિયા 11.80 લાખની મતાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. ગત ૧૩ માર્ચે બિલ્ડર નડિયાદ તેમના સસરાના ઘરે ધાર્મિક કાર્યક્રમમાં પત્ની સાથે ગયા હતા. 15 માર્ચે ઘરે આવ્યા ત્યારે ઘરની જાળીનો નકુચો તૂટેલો હતો અને અંદર જઈને તપાસ કરતા તિજોરી પણ ખુલ્લી હતી. તેની અંદર રહેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ તથા મહત્ત્વના ડોક્યુમેન્ટ પણ ચોરાયા હતા. આ અંગે બિલ્ડરે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધ્યો છે.

ભૈરવનાથ રોડ પાસે આવેલી શ્યામમણી એપાર્ટમેન્ટમાં રહેતા ૫૦ વર્ષીય દીપકભાઈ બુધવાણી અને તેમના પત્ની રહે છે. દીપકભાઈ નડિયાદમાં તેમના સસરા સાથે કન્સ્ટ્રક્શન અને વ્યવસાય કરે છે. ગત બુધવારે તેમની પત્ની સાથે નડિયાદ સાસરીમાં ધાર્મિક પ્રસંગ હોવાથી પતિ અને પત્ની ઘરે તાળું મારીને ગયા હતા. ત્યારબાદ ગુરુવારે સવારે દીપકભાઈ અને તેની પત્ની મણિનગરમાં આવેલા તેમના ઘરે આવ્યા ત્યારે ઘરની જાળીનો નકુચો તૂટેલો હતો અને તાળું તૂટેલી હાલતમાં નીચે પડ્યું હતું, જેથી બિલ્ડર દીપકભાઈને અંદાજો આવી ગયો હતો કે ઘરમાં ચોરી થઈ છે. બાદમાં ઘરમાં જઈને તપાસ કરતા જાણવા મળ્યું કે ઘરના બેડરૂમમાં જે તિજોરી હતી તે પણ ખુલ્લી હતી અને તેની અંદર રહેલ ગોદરેજ કંપનીનું લોકર હતું તે પણ ગાયબ હતું અને તે લોકરમાં રૂપિયા ૧૦ લાખથી વધુના સોના- ચાંદીના દાગીના મુકેલા હતા તે આખું લોકર જ તસ્કરો ઉઠાવી લઇ ગયા હતા. સાથે જ તિજોરીમાં રોકડ રૂપિયા 1.50 લાખ સહિત અન્ય દસ્તાવેજો હતા તે પણ તસ્કરો ચોરી કરીને ફરાર થઇ ગયા હોવાનું સામે આવ્યું હતું.

દીપકભાઈએ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને બનાવ અંગેની જાણ કરતા મણિનગર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને ડોગ સ્કવોડ તથા એફએસએલની મદદ લઈને તપાસ હાથ ધરી છે. બીજી તરફ પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવાના શરૂ કરી દીધા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગરમાં ભૂગર્ભ ગટરમાં સફાઈ માટેનો રોબોટ બગડી જતા હવે મેઇન્ટેનન્સ પાછળ 15.50 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે
Next articleઇકો-ફ્રેન્ડ્લી ટોયલેટ : મુંબઈના ખિડુકપાડા ગામે યુવાનોએ ૧૦૦૦ પ્લાસ્ટીકની બોટલમાંથી ટોયલેટ બનાવ્યું