(જી.એન.એસ),તા.૨૪
અમદાવાદ,
અમદાવાદના ગોધાવીમાં આવેલ સંસ્કાર ધામ ખાતે વિજયી ભારત ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘ખેલે સાણંદ સ્પોર્ટ્સ લીગ’ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની હાજરીમાં શુભારંભ કરવામાં આવ્યો હતો તે સમયે મુખ્યમંત્રીશ્રી એ કહ્યું હતું કે, આજના ડિજિટલ યુગમાં બાળકોમાં આઉટડોર ગેમ પ્રત્યે રુચિ વધે અને સાથે તેમનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે તે હેતુથી આ પ્રકારની સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓનું આયોજન અનિવાર્ય છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વર્ષ 2036માં ઓલિમ્પિકની યજમાની કરવાનો ગુજરાતનો નિર્ધાર છે, ત્યારે યુવાનો રમતગમત ક્ષેત્રે આગળ વધીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું ગૌરવ વધારે તે માટે પણ આવા સ્પોર્ટ્સ કાર્યક્રમ મહત્ત્વની ભૂમિકા ભજવશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.