Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદના આંગણે શ્રી વિરાટ, દિવ્ય તેમજ ભવ્ય સોમયજ્ઞ મહોત્સવનું આયોજન

અમદાવાદના આંગણે શ્રી વિરાટ, દિવ્ય તેમજ ભવ્ય સોમયજ્ઞ મહોત્સવનું આયોજન

19
0

(જી.એન.એસ),તા.૧૫

અમદાવાદ,

ગુજરાત ના અમદાવાદ ખાતે સૌ પ્રથમવાર શ્રી સોમયજ્ઞ મહોત્સવનું આયોજન કરાયેલ છે. પદ્મશ્રી, પદ્મભૂષણ પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી ગોકુલોત્સવજી મહારાજ (ઇન્દોર) તેમજ સોમયજ્ઞ સમ્રાટ પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી વ્રજોત્સવજી મહોદય દ્વારા અમદાવાદ ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં શ્રી વિરાટ વાજપેય બૃહસ્પતિત્સવ મહાસોમયાગ મહોત્સવ વિષે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, સોમયજ્ઞ શુદ્ધ વૈદિક વિષ્ણુયાગ છે. આ યજ્ઞમાં સાધારણ યજ્ઞની જેમ ”સ્વાહા” નહિ પણ ”વષટ્” નું ઉચ્ચારણ કરીને વૈશ્વાનર અગ્નિમાં આહુતિ અપાતી હોય છે. આ સોમયજ્ઞ આપણી પ્રાચીન સંસ્કૃતિનો એવો સર્વોત્તકૃષ્ટ યજ્ઞ છે કે જેના ગૌરવ અને સર્વાતોમુખી મહત્વની બીજા કોઈ યજ્ઞ સાથે સરખામણી ના થઈ શકે. સોમ વિષ્ણુનું નામ છે, સોમ ચંદ્રમાનું નામ છે. સોમ એ એક એવું જીવંત તત્વ છે જેને જીવનના પ્રત્યેક બિંદુમાં સમુદ્રની જેમ લહેરાતું જોઈ શકાય છે.

અમદાવાદ ખાતે વલ્લભાચાર્ય નગર, વલ્લભસદન રિવરફ્રન્ટ પાસે તારીખ 18 એપ્રિલ, 2024 ના રોજ ભવ્ય અને દિવ્ય કળશ શોભાયાત્રા સાથે સોમયજ્ઞનો પ્રારંભ થશે અને તારીખ 24 એપ્રિલ 2024 ના રોજ પૂર્ણાહુતિ થશે. દરરોજ વિવિધ પ્રકારના મહોત્સવનું આયોજન પણ કરવામાં આવેલ છે. આ સોમયજ્ઞ વિશ્વકલ્યાણ માટે, પર્યાવરણની શુદ્ધિ માટે, શક્તિના સૂત્ર સાથે સંબંધ કરાવવા માટે તથા વૈદિક સંસ્કૃતિની રક્ષા કરવા માટે આયોજન કરવામાં આવેલ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ યજ્ઞીય પરંપરાનું અન્વેષણ, પરિક્ષણ કરતાં જાણવા મળ્યું છે કે યજ્ઞનો પ્રભાવ શુદ્ધ અને સાત્વિક છે. આદિકાળથી માનવામાં આવે છે કે 1000 રાજસૂર્યયજ્ઞ થી 1 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. 1000 અશ્વમેઘ યજ્ઞથી એક સોમયજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. સોમયજ્ઞની એક પરિક્રમા કરવાથી 108 પરિક્રમાનું ફળ મળે છે. અને સોમયજ્ઞની એક આહૂતિથી 108 આહૂતિનું ફળ મળે છે. સોમયજ્ઞ શાળામાં શ્રી વિષ્ણુગોપાલ યજ્ઞ પણ કરવામાં આવશે. આ યજ્ઞમાં ઘી, તેલ, જવ, ચોખા વગેરે યજ્ઞીય વસ્તુઓની આહૂતિ આપવામાં આવશે. સંસ્કૃતિની ગૌરવશાળી પરંપરાના વેદવેદાંતના જ્ઞાતા પ્રકાંડ વિદ્વાન દક્ષિણના પંડિતો દ્વારા આ યજ્ઞ વિધિ કરવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજ્યના ગ્રામ્ય વિસ્તારોને બારમાસી રસ્તાની સુવિધા-કનેક્ટિવિટી આપવા ૩૮૪૨ કરોડ રૂપિયાના કામોને મુખ્યમંત્રીશ્રીની મંજૂરી
Next articleગુજરાત રાજયના ચેરીટી તંત્ર દ્વારા બોટાદ અને ગીર સોમનાથ ખાતે ચેરીટી કમિશ્નરની કચેરીનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે તાજેતરમાં લોકાર્પણ કરાયું