Home મનોરંજન - Entertainment અભિનેત્રી સાંઈ પલ્લવીએ કાશ્મીર ફાઈલ્સ અંગે વિવાદિત નિવેદન આપ્યું

અભિનેત્રી સાંઈ પલ્લવીએ કાશ્મીર ફાઈલ્સ અંગે વિવાદિત નિવેદન આપ્યું

54
0

(જી.એન.એસ),તા.૧૬
મુંબઈ
પ્રખ્યાત તમિલ-તેલુગુ ફિલ્મ અભિનેત્રી સાંઈ પલ્લવી પોતાના મનની વાત કરવામાં અચકાતી નથી. તાજેતરમાં, અભિનેત્રીએ આવું નિવેદન આપ્યું છે, જેની સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે. વાસ્તવમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન અભિનેત્રીએ હિંસા અને ધર્મના મુદ્દા પર બોલીવુડની પ્રખ્યાત ફિલ્મ કાશ્મીર ફાઇલ્સનો ઉલ્લેખ કર્યો હતો. ફિલ્મનો ઉલ્લેખ કરતા સાંઈ પલ્લવીએ જણાવ્યું હતું કે, કાશ્મીરી ફાઈલ્સે એ દર્શાવ્યું છે કે, તે સમયે કાશ્મીરી પંડિતોની કેવીરીતે હત્યા કરવામાં આવી હતી, પરંતુ હિંસાને ધર્મ સાથે જાેડીને જુઓ તો થોડા દિવસો પહેલા ગાયો ભરેલી ટ્રક લઈને જઈ રહેલા એકમુસ્લિમ વ્યક્તિને પણ માર મારવામાં આવ્યો હતો અને જય શ્રી રામના નારા લગાવવા માટે કહેવામાં આવ્યું હતું કે, આ બંને ઘટનાઓમાં શુંતફાવત છે? સાંઈ પલ્લવીએ એમ પણ જણાવ્યું હતું કે, તેના પરિવારે તેને સારી વ્યક્તિ બનવાનું શીખવ્યું હતું. તમારે દલિત લોકોની રક્ષા કરવાની જરૂરછે. તેમની જાતિથી કોઈ ફરક પડતો નથી. જાે તમે સારા વ્યક્તિ છો, તો તમને નથી લાગતું કે જાતિ એ કોઈ મુદ્દો છે. સાંઈ પલ્લવી પોતાના વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર લોકો તેના વિશે અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યાછે. કેટલાક લોકોએ તેમના નિવેદનનો વિરોધ કર્યો તો કેટલાક લોકો તેમના નિવેદન સાથે સહમત છે. એક યુઝરે ટ્વીટ કરીને લખ્યું, ‘મનેલાગ્યું કે સાંઈ પલ્લવી એક બુદ્ધિશાળી અને ડાઉન ટુ અર્થ ગર્લ છે. સાંઇ પલ્લવીની વાહિયાત સરખામણીથી નિરાશ થયો છું. મને લાગે છે કે,સ્ટારડમ સાથે મૂર્ખતા કુદરતી રીતે આવે છે. આવા સમયે, અન્ય યુઝરે તેમની પ્રશંસા કરી અને ટિ્વટ કરીને લખ્યું – હિંસા એ હિંસા છે. કોઈપણ રાજકીય જાેડાણને ધ્યાનમાં લીધા વિના જે કોઈપણ સ્વરૂપમાં પ્રતિબદ્ધ છે. અમને આવી સારી સામાજિક જવાબદારીવાળીઅભિનેત્રીની સમાજને જરૂર છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપંજાબથી દિલ્હી એરપોર્ટ સુધીની વોલ્વો બસનું લોન્ચિંગ કરાયું
Next articleએન્ટરટેઈનિંગ ફિલ્મ ‘નિક્કમા’ની સ્ટારકાસ્ટ પ્રમોશન માટે અમદાવાદ પહોંચી