Home મનોરંજન - Entertainment અભિનેત્રી રિમી સેન સાથે કરોડો રૂપિયાની થઇ છેતરપિંડી, પોલીસ સ્ટેશનમાં નોંધાવી FIR

અભિનેત્રી રિમી સેન સાથે કરોડો રૂપિયાની થઇ છેતરપિંડી, પોલીસ સ્ટેશનમાં નોંધાવી FIR

70
0

(જી.એન.એસ),તા.૩૧

મુંબઈ

‘ધૂમ’ ફિલ્મ ફેમ અભિનેત્રી રીમી સેન સાથે કરોડોની છેતરપીંડી થઇ છે આવો એક મામલો બહાર આવ્યો છે  અભિનેત્રી રિમી સેને મુંબઈના એક બિઝનેસ મેન પર 4.40 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. અભિનેત્રીએ આ અંગે ખાર પોલીસ સ્ટેશનમાં FIR પણ નોંધાવી છે. થોડા દિવસો પહેલા અભિનેત્રીએ આ મામલાની જાણકારી પોલીસને આપી હતી, જેના કારણે 29 માર્ચે આ મામલે FIR નોંધવામાં આવી હતી. પોતાની લેખિત ફરિયાદમાં રિમી સેને જણાવ્યું હતુ કે, તે આરોપી બિઝનેસમેનને અંધેરીના ગોરેગાંવમાં એક જીમમાં મળી હતી. ત્રણ વર્ષ પહેલા બંનેની મુલાકાત થઈ હતી.એક મહિનામાં જ બંને સારા મિત્રો બની ગયા. અભિનેત્રીએ જણાવ્યું કે આરોપીએ પોતાને મુંબઈ સ્થિત બિઝનેસ મેન હોવાનો દાવો કર્યો હતો. તેણે પોતાનું નામ જતીન વ્યાસ જણાવ્યુ હતુ.વધુમાં રિમીએ પોતાની ફરિયાદમાં જણાવ્યુ હતું કે તે એલઇડી લાઇટિંગ કંપની ખોલવા માંગે છે. જ્યારે તેણે તેની યોજના રિમી સેનને જણાવી, ત્યારે તેણે રિમીને રોકાણ કરવાની ઓફર કરી અને વચન આપ્યું કે જો તે નફો કરશે તો તે 40 ટકા વળતર આપશે. આવી સ્થિતિમાં રિમી સેને તે વ્યક્તિની કંપની પર પૈસા લગાવ્યા.આ સાથે જ રિમી સાથે થયેલા કરારના કાગળો પણ મોકલવામાં આવ્યા હતા. હવે તપાસ બાદ ખાર પોલીસે જતીન નામના વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તમને જણાવી દઈએ કે,પોલીસે જતીન સામે IPCની કલમ 420 અને 409 હેઠળ કેસ નોંધ્યો છે. હાલ આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઓસ્કર બાદ હવે ગ્રેમી એવોર્ડ્સનો ભવ્ય સમારંભ પણ તમે જોઈ શકશો
Next article‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ રિલીઝ બાદ ઘરે પંડિતોની લાગી લાઈન, ઘર પૂજા કરે છે કંઈપણ પૂછ્યા વગર જ નીકળી જાય : અનુપમ ખેર