Home મનોરંજન - Entertainment અભિનેતા સુનીલ શેટ્ટીએ કે.એલ રાહુલને ખાસ અંદાજમાં જન્મદિવસની શુભકામના પાઠવી

અભિનેતા સુનીલ શેટ્ટીએ કે.એલ રાહુલને ખાસ અંદાજમાં જન્મદિવસની શુભકામના પાઠવી

20
0

(જી.એન.એસ),તા.૧૮

કે.એલ રાહુલ આજે 18 એપ્રિલના રોજ 32મો જન્મદિવસ મનાવી રહ્યો છે. આ તકે તેના સસરા અને અભિનેતા સુનીલ શેટ્ટીએ તેના ખાસ અંદાજમાં જન્મદિવસની શુભકામના પાઠવી છે. સુનીલ શેટ્ટીએ એક ફોટો શેર કર્યો છે. જેમાં તે પોતાના દિકરા અને જમાઈ કે.એલ રાહુલની સાથે જોવા મળી રહ્યો છે. આ પોસ્ટને શેર કરતા અભિનેતાએ જમાઈ કે.એલ રાહુલ સાથેના પોતાના સંબંધને લઈને પણ વાત કરી છે. તો લખનૌ સુપર જાયન્ટસના કેપ્ટન કે.એલ રાહુલની પત્ની આથિયા શેટ્ટીએ પણ રોમેન્ટિક અંદાજમાં પતિને બર્થ ડે પર શુભકામના પાઠવી છે. સુનીલ શેટ્ટીએ સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યો છે. જેમાં જમાઈ માટે એક લાઈન પણ લખી છે અને ફિલ્મી સ્ટાઈલમાં વિશ કર્યું છે.

આ ફોટોમાં સુનીલ શેટ્ટી ,અહાન શેટ્ટી અને કે.એલ રાહુલ સોફા પર આરામ કરતા જોવા મળી રહ્યા છે. ત્રણેય કેઝુઅલ લુકમાં જોવા મળી રહ્યા છે. પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા લખ્યું એ જરુરી નથી કે, આપણી લાઈફમાં શું થઈ રહ્યું છે પરંતુ એ જરુરી છે કે, આપણી લાઈફમાં કોણ છે. હું ખુશનસીબ છું કે તમે મારા જમાઈ છો. મારી પાસે કોઈ એવા શબ્દો નથી, જેનાથી હું એ કહી શકું કે, આપણા બંન્નેનું કનેક્શ શું છે જન્મદિવસની શુભકામના રાહુલ…. લવ યુ બેટા. તમને જણાવી દઈએ કે, કેએલ રાહુલનું પૂરું નામ કન્નૌર લોકેશ રાહુલ છે. ભારત માટે, કેએલ રાહુલે 2014માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ક્રિકેટમાં અને 2016માં ઝિમ્બાબ્વે સામે ODI અને T20 ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. જો આપણે સુનીલ શેટ્ટીના જમાઈ કેએલ રાહુલ વિશે વાત કરીએ તો તે હાલમાં આઈપીએલ 2024માં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleEDએ મની લોન્ડરિંગ કેસમાં રાજ કુન્દ્રા વિરુદ્ધ કાર્યવાહી કરી, 97 કરોડની સંપત્તિ જપ્ત કરી
Next articleદિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઈટન્સને 6 વિકેટે હરાવ્યું