(જી.એન.એસ),તા.૧૭
મુંબઈ,
અભિનેતા અલ્લુ અર્જુન આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘પુષ્પાઃ ધ રૂલ’ને લઈને ચર્ચામાં છે. ફિલ્મનું શૂટિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે. હાલમાં જ અલ્લુ અર્જુન ભારતીય સિનેમાનું પ્રતિનિધિત્વ કરવા ‘બર્લિનેલ ફિલ્મ ફેસ્ટિવલ’ પહોંચ્યો હતો. આ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘પુષ્પાઃ ધ રાઇઝ’નું પ્રીમિયર યોજાયું હતું. આ દરમિયાન અલ્લુ અર્જુને પણ ફેસ્ટિવલને સંબોધિત કર્યું અને ‘પુષ્પા 3’ની સંભાવના વિશે રસપ્રદ ખુલાસા કર્યા.
ફેસ્ટિવલમાં અલ્લુ અર્જુને કહ્યું, ‘તમે ચોક્કસપણે પુષ્પાના ત્રીજા ભાગની અપેક્ષા રાખી શકો છો. અમે તેને ફ્રેન્ચાઇઝી બનાવવા માંગીએ છીએ અને તેને આગળ લઇ જવા અમારી મોટી યોજનાઓ છે. અભિનેતાના આ નિવેદન બાદ ચાહકોમાં ફિલ્મને લઈને ઉત્તેજના વધી ગઈ છે. દિગ્દર્શક સુકુમાર પુષ્પા ફ્રેન્ચાઈઝીની વાર્તાને કેવી રીતે આગળ લઈ જશે તે જાણવા ચાહકો આતુર છે.
નોંધનીય છે કે આ પહેલા ‘પુષ્પા ધ રાઇઝ’માં મહત્વની ભૂમિકા ભજવનાર અભિનેતા ફહદ ફાસીલે પણ ફિલ્મના ત્રીજા ભાગની શક્યતા વ્યક્ત કરી હતી. એક ઈન્ટરવ્યુમાં ફહાદે કહ્યું હતું કે જ્યારે સુકુમારે પહેલીવાર સ્ક્રિપ્ટ સંભળાવી ત્યારે તે માત્ર એક ફિલ્મ હતી, પરંતુ પુષ્પા બનાવતી વખતે અમે એટલી બધી સામગ્રી એકઠી કરી કે ફિલ્મને બે ભાગમાં વહેંચવામાં આવી. ફહાદે એમ પણ કહ્યું કે સુકુમાર પાસે તેને ફ્રેન્ચાઇઝી બનાવવા માટે પૂરતી યોજનાઓ છે.
ઉલ્લેખનીય છે કે અલ્લુ અર્જુન આ દિવસોમાં ફિલ્મના બીજા ભાગના શૂટિંગમાં વ્યસ્ત છે. ‘પુષ્પાઃ ધ રૂલ’માં અલ્લુ અર્જુન ‘પુષ્પા રાજ’ના રોલમાં સ્ક્રીન પર પરત ફરી રહ્યો છે અને ફહાદ ફાસિલ ‘ભંવર સિંહ શેખાવત’ના રોલમાં પરત ફરી રહ્યો છે. રશ્મિકા મંદન્ના, સુનીલ, અનસૂયા જેવા કલાકારો પણ ફિલ્મમાં કમબેક કરી રહ્યા છે. આ ફિલ્મ 15 ઓગસ્ટ 2024ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે. હાલમાં, નિર્માતાઓ સમયસર ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરીને તેને દર્શકો સમક્ષ રજૂ કરવાની તૈયારીમાં વ્યસ્ત છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.