Home દુનિયા - WORLD અફઘાનિસ્તાન દિલ્હીમાં તેની દૂતાવાસને બંધ કરવાની સત્તાવાર જાહેરાત કરી

અફઘાનિસ્તાન દિલ્હીમાં તેની દૂતાવાસને બંધ કરવાની સત્તાવાર જાહેરાત કરી

25
0

(જી.એન.એસ)નવીદિલ્હી,તા.૨૪

અફઘાનિસ્તાને ભારતની રાજધાની દિલ્હીમાં તેની દૂતાવાસને બંધ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. નવી દિલ્હીમાં તેના રાજદ્વારી મિશનના બંધ થવા પર, અફઘાનિસ્તાન સરકારે એક સત્તાવાર નિવેદન બહાર પાડીને કહ્યું કે ભારત સરકારના સતત પડકારોને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જે 23 નવેમ્બર 2023થી અમલમાં છે.. ભારત અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં અફઘાનિસ્તાન સરકારે કહ્યું કે અમને યજમાન સરકાર પાસેથી જે સમર્થનની અપેક્ષા હતી તે અમને નથી મળી રહ્યું, તેથી અમને આ નિર્ણય લેવાની ફરજ પડી છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે સ્ટાફ અને સંસાધનોની અછત છે. અફઘાન દૂતાવાસે પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે એ પણ સાચું છે કે ઘણા લોકો તેને આંતરિક સંઘર્ષ તરીકે બતાવવાનો પ્રયાસ કરશે..

અફઘાન દૂતાવાસે પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું કે દૂતાવાસ અફઘાન મિશનને સમર્થન આપવા બદલ ભારતનો હૃદયપૂર્વક આભાર માને છે. જો કે, અમે સંસાધનોની અછત અને કાબુલમાં કાયદેસર સરકારની ગેરહાજરીમાં અફઘાન લોકોના ભલા માટે અથાક મહેનત કરી છે. આમ છતાં, વિદ્યાર્થીઓ અને ઉદ્યોગપતિઓએ દેશ છોડીને જતા ભારતમાં અફઘાન સમુદાયમાં છેલ્લા 2 વર્ષ અને 3 મહિનામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.. અફઘાનિસ્તાન એમ્બેસીનું કહેવું છે કે અમે ભારતમાં રહેતા અફઘાન મૂળના સમુદાયો માટે પૂરા દિલથી કામ કર્યું હતું, પરંતુ ભારતમાં અમારી સરકારની છબી ખરાબ કરવાના અનેક પ્રકારે પ્રયાસો કરવામાં આવ્યા હતા. તાલિબાન સરકાર દ્વારા અહીં મોકલવામાં આવેલા લોકોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઉત્તરકાશીમાં નિર્માણાધીન ટનલમાં 41 શ્રમિકોનુ રેસ્કયૂ માટેના ઓગર મશીનમાં આવી ખરાબી
Next articleકર્ણાટકમાં શાળામાં ભોજનમાં વિદ્યાર્થીને બળજબરીથી ઈંડું ખવડાવ્યાનો મામલો આવ્યો સામે..