Home દુનિયા - WORLD અફઘાનિસ્તાનમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપના આંચકા અનુભવાયા

અફઘાનિસ્તાનમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપના આંચકા અનુભવાયા

21
0

(જી.એન.એસ),તા.૧૨

અફઘાનિસ્તાન

ફરી એકવાર અફઘાનિસ્તાન ભૂકંપથી હચમચી ગયું છે. અફઘાનિસ્તાનમાં આજે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) દ્વારા ભૂકંપ અંગેની માહિતી આપવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે મંગળવારે સવારે 7.35 કલાકે ભૂકંપ આવ્યો હતો. હાલમાં કોઇપણ પ્રકારનું નુકસાન થયું નથી.. તાજેતરના સમયમાં અફઘાનિસ્તાનમાં ઘણી વખત તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઓક્ટોબરમાં આવેલા ભૂકંપે દેશમાં તબાહી મચાવી હતી. પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભૂકંપમાં હજારો લોકો માર્યા ગયા હતા, જ્યારે હજારો લોકો ખરાબ રીતે ઘાયલ પણ થયા હતા. ભૂકંપના કારણે હજારો મકાનો ધરાશાયી થઈ ગયા હતા અને લોકો બેઘર બન્યા હતા. તેમના માટે ખોરાક કે આશ્રય મેળવવાની કોઈ જગ્યા નહોતી. લોકો ખુલ્લા આકાશ નીચે જીવવા મજબૂર બન્યા હતા. આવી સ્થિતિમાં ઘણા દેશોએ અફઘાનિસ્તાનને આર્થિક મદદ કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article‘વિકસિત ભારત@૨૦૪૭: યુવાનો અવાજ’ રાજભવન ખાતે વિકસિત ભારત@૨૦૪૭ અંતર્ગત ‘સશક્ત ભારતીય’ અને ‘સુશાસન અને સુરક્ષા’ વિષયે વિશ્વવિદ્યાલયોના કુલપતિઓ અને અધ્યાપકોનો પરિસંવાદ
Next articleપાકિસ્તાનમાં પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો, ૪ સુરક્ષાકર્મીઓના મોત, 16 ઘાયલ