Home ગુજરાત અને નીતિન પટેલ બોલ્યા…..હાર્દિક દુબળો થઈ ગયો લાગે છે

અને નીતિન પટેલ બોલ્યા…..હાર્દિક દુબળો થઈ ગયો લાગે છે

814
0

(જી.એન.એસ., પ્રશાંત દયાળ) તા.24
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલનો આજે જન્મ દિવસ હતો. જેના કારણે ભાજપના નેતાઓ સહિત અનેક સામાજીક કાર્યકરો અને રાજકીય આગેવાનો કેશુભાઈ પટેલને જન્મ દિવસની શુભેચ્છા આપવા માટે આવતા હતા, આ દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ પણ એક જ રૂમમાં ભેગા થઈ ગયા હતા.
પાટીદાર આંદોલનના મુળ ઉત્તર ગુજરાતમાંથી નખાયા હતા, ઉત્તર ગુજરાત નીતિન પટેલનું કર્મ ક્ષેત્ર રહ્યું છે. પાટીદારોને સમજાવવા માટે ભાજપે ખુબ નીતિન પટેલનો ઉપયોગ પણ કર્યો અને પાટીદાર અનામતની માગણી કરનાર નેતાઓએ નીતિન પટેલને 2017ની ચૂંટણીમાં હરાવવા માટે લાખ ઉધામા કર્યા છતાં નીતિન પટેલ જીતી ગયા હતા. નીતિન પટેલ અને હાર્દિક પટેલ વચ્ચેના સંબંધો  જગજાહેર છે. તે બંન્ને તક મળે ત્યારે એકબીજાને સંભળાવી દેવાનું ચુકતા નથી.
પણ કેશુભાઈ પટેલના બંગલે અવસર જુદો હતો. નીતિન પટેલ શુભેચ્છા આપવા માટે કેશુભાઈ પાસે બેઠા હતા ત્યારે જ હાર્દિક પટેલનો બંગલામાં પ્રવેશ થયો, કેશુભાઈના રૂમમાં નીતિન પટેલ અને હાર્દિકની આંખ એક બીજા સાથે મળી, જાહેરમાં ભલે શબ્દબાણ મારતા અને ધારદાર શબ્દનો પ્રયોગ કરતા હોય પણ હાર્દિકે નીતિન પટેલ સામે જોતા સૌજન્ય રીતે કેમ છો કાકા… કહી તેમની તબીયત પુછી હતી, નીતિન પટેલે પણ સૌજન્ય દાખવતા હાર્દિકને પગથી માથા સુધી જોતા કહ્યું હાર્દિક દુબળો થઈ ગયો લાગે છે. હાર્દિકે કહ્યું… ના કાકા આપણે ઘણા દિવસે મળ્યા તેના કારણે કદાચ તેમને તેવું લાગતું હશે… આ ઔપચારિકતા બાદ નીતિન પટેલ ત્યાંથી રવાના થયા હતા. જો કે હાર્દિક અને નીતિન પટેલ વચ્ચે શું ચર્ચા થઈ હશે તેનું કુતુહલ કેશુભાઈના બંગલા બહાર ઊભા રહેલા કાર્યકરો અને પત્રકારોને વધુ હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆજે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા : સરકાર-વિપક્ષની અગ્નિપરીક્ષા
Next articleઅમદાવાદમાં યોજાશે સૌ પ્રથમવાર શાંતિ પ્રસ્તાવ પરિસંવાદ