અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકના નિગમો દ્વારા ૨૫૩૪ લાભાર્થીઓની ઓનલાઇન ડ્રો દ્રારા પસંદગી કરીને રૂ. ૬૩.૮૮ કરોડના લાભોથી લાભાન્વિત કરવામાં આવશે.
(જી.એન.એસ),તા.૦૯
ગાંધીનગર,
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકની એવોર્ડ યોજના અંતર્ગત જુદી જુદી ૬-કેટેગરીમાં સામાજિક ક્ષેત્રે વિશિષ્ઠ પ્રદાન આપનાર મહાનુભાવોને તા.૧૧/૦૩/૨૦૨૪ના રોજ ર્ડા.આંબેડકર ભવન, સે.૧૨, ગાંધીનગર ખાતેથી સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર તેમજ અન્ય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં એવોર્ડ અર્પણ કરાશે. એમ, અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગની યાદીમાં જણાવાયું છે.
અનુસૂચિત જાતિ સમાજમાં શૈક્ષણિક આર્થિક તેમજ સામાજિક ક્ષેત્રે અન્ય સમાજની હરોળમાં લાવવા યોગદાન આપનાર વ્યક્તિઓએ આપેલ વિશિષ્ઠ પ્રદાન બદલ જુદી જુદી કેટેગરીમાં આ એવોર્ડ આપવામાં આવે છે. જેમાં ડૉ.બાબાસાહેબ આંબેડકર એવોર્ડ અંતર્ગત રૂ.૨.૦૦ લાખ અને પ્રશસ્તિ પત્ર, મહાત્મા ગાંધી એવોર્ડ અંતર્ગત રૂ.૨.૦૦ લાખ અને પ્રશસ્તિ પત્ર, સંતશ્રી કબીર સાહિત્ય એવોર્ડ અંતર્ગત રૂ.૧.૦૦ લાખ અને પ્રશસ્તિ પત્ર, સાવિત્રીબાઇ ફુલે મહિલા કલા/સાહિત્ય એવોર્ડ અંતર્ગત રૂ.૧.૦૦ લાખ અને પ્રશસ્તિ પત્ર, મહાત્મા ફુલે શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ અંતર્ગત રૂ.૫૦ હજાર અને પ્રશસ્તિ પત્ર અને દાસી જીવણ શ્રેષ્ઠ સાહિત્યકૃતિ એવોર્ડ અંતર્ગત રૂ.૫૦ હજાર અને પ્રશસ્તિ પત્ર એમ કુલ ૬-કેટેગરીમાં એવોર્ડ પસંદગી પામેલા મહાનુભાવોને અર્પણ કરવામાં આવશે.
આ કાર્યક્રમ અંતર્ગત અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકના ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગરના ૧૫૬૭ લાભાર્થીઓને રૂ.૪૦.૧૭ કરોડ, ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગરના ૮૪૭ લાભાર્થીઓને રૂ.૧૮.૭૧ કરોડ અને ર્ડા.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ૧૨૦ લાભાર્થીઓને રૂ.૫.૦૦ કરોડ એમ ત્રણેય નિગમો હેઠળની જુદી જુદી યોજનાઓ અંતર્ગત કુલ ૨૫૩૪ લાભાર્થીઓની ડ્રો દ્રારા લાઇવ પસંદગી કરી રૂ.૬૩.૮૮ કરોડના લાભો આપવામાં આવશે. ઉપરાંત વિદેશ અભ્યાસ લોન રી-પેમેન્ટ પોર્ટલનું અનાવરણ કરવામાં આવશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.