(જી.એન.એસ) તા. 6
જુનાગઢ,
અનુસૂચિત જાતિના યુવકનું અપહરણ કરીને તેના કપડા ઉતારવા, માર મારવો અને તેનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપવાના ગંભીર કેસના આરોપી ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાની રિમાન્ડની અરજી કોર્ટે ફગાવી દીધી છે. પોલીસે ગણેશની 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે રિમાન્ડ આપવાનો ઇન્કાર કરતા આરોપીને હવે જેલ હવાલે કરવામાં આવ્યા છે. આ ઘટના બાબતે જૂનાગઢમાં ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ દ્વારા અનુસૂચિત જાતિના યુવકને માર મારવાની ઘટના સામે અનુસૂચિત જાતિના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ મામલે અનુસૂચિત જાતિના લોકો દ્વારા ધોરાજીના નાયબ કલેકટરને ફરિયાદ કરી ગણેશ જાડેજાની ધરપકડની માગ કરવામાં આવી હતી. જો ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી.
ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા એનએસયૂઆઇ પ્રમુખ અને અનુસૂચિત જાતિના આગેવાન સંજય સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જ્યારબાદ તેને ગોંડલના ગણેશ ગઢ ખાતે લઇ જઇ તેના કપડા કાઢી તેને ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ તેને માર મારતો વીડિયો બનાવી આ વીડિયોને વાયરલ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.