Home મનોરંજન - Entertainment અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરના ફોટોઝ થઇ ગયા લીક

અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરના ફોટોઝ થઇ ગયા લીક

16
0

(GNS),14

બોલિવૂડના ઘણા સ્ટાર્સ પોતાની પર્સનલ લાઇફને લાઇમલાઇટથી દૂર રાખવાનું પસંદ કરે છે. જો કે પાપારાઝીની નજરોથી બચવું અશક્ય છે. હાલમાં જ આવું જ કંઇક બન્યું અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર સાથે. બંને ભલે હજુ સુધી પોતાના રિલેશનશિપ પર મૌન સેવી રહ્યાં હોય પરંતુ પાછલા કેટલાંક સમયથી એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે બંને એકબીજાના પ્રેમમાં દિવાના થઇ ચુક્યા છે. અનન્યા અને આદિત્યને એક સાથે ઘણીવાર ડેટ પર પણ સ્પોટ કરવામાં આવ્યા છે. પરંતુ હાલમાં જ આ કપલની કેટલીક એવી તસવીરો સામે આવી છે જેના કારણે તેમનું આ સીક્રેટ સામે આવી ચુક્યું છે. ખરેખર, હાલમાં જ સોશિયલ મીડિયા પર અનન્યા અને આદિત્યની કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે. આ ફોટોઝમાં બંને રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યાં છે.

બંને વિદેશમાં વેકેશન એન્જોય કરી રહ્યાં છે અને એકસાથે પ્રાઇવેટ મોમેન્ટ સ્પેન્ડ કરી રહ્યાં છે. સામે આવેલી આ તસવીરોમાં આદિત્ય અને અનન્યા એક જેવા કપડા પહેરેલા જોવા મળી રહ્યાં છે અને કોઇ બ્રિજ પર ઉભા રહીને રોમાન્સ કરી રહ્યાં છે. વાયરલ થઇ રહેલા આ ફોટોઝમાં આદિત્ય, અનન્યાને પોતાની બાહોમાં પકડીને બ્રિજનો નજારો જોઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આદિત્ય-અનન્યાના ફોટોઝ વાયરલ થઇ રહ્યાં છે. આ ફોટોઝમાં અનન્યા અને આદિત્યના રિલેશનનું સીક્રેટ જગજાહેર થઇ ગયું છે. હવે તે કોઇનાથી છુપુ નથી કે બંને એકબીજાના પ્રેમમાં ડૂબી ચુક્યા છે. તેવામાં સીક્રેટલી ક્લિક કરવામાં આવેલી આ તસવીરો પર સોશિયલ મીડિયા યુઝર્સ તાબડતોબ રિએક્શન આપી રહ્યાં છે. લોકોને આ નવું કપલ ખૂબ જ પસંદ આવી રહ્યું છે. જણાવી દઇએ કે અનન્યા અને આદિત્ય એકસાથે લિસ્બનમાં વેકેશન એન્જોય કરી રહ્યાં છે અને આ તસવીરો ત્યાંથી જ વાયરલ થઇ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field