Home મનોરંજન - Entertainment અદા શર્મા મોઘીદાટ દવા નહિ પણ આયુર્વેદના સહારે, ટૂંક સમયમાં પાછી ફરવા...

અદા શર્મા મોઘીદાટ દવા નહિ પણ આયુર્વેદના સહારે, ટૂંક સમયમાં પાછી ફરવા તૈયાર

10
0

(GNS),07

સાઉથની એક્ટ્રેસ અદા શર્મા ધ ‘કેરાલા ફાઈલ્સ’થી દેશભરમાં જાણીતી બની છે. અદાને બોલિવૂડ પ્રોજેક્ટ્સ અને વેબ સિરીઝ ઓફર થઈ રહ્યાં છે અને તેની કરિયરે ફુલ સ્પીડ પકડી છે. આ તબક્કે અદાને સ્કિન એલર્જીની સમસ્યાએ ઘેરી લીધી છે. પાછલા ઘણાં સમયથી પોતાના કામના કારણે ચર્ચામાં રહેતી અદા આ વખતે અંગત કારણોસર ચર્ચામાં છે. લાંબા સમય સુધી આ તકલીફ સામે ઝઝૂમ્યા બાદ અદાએ હવે આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેવાનું નક્કી કર્યું છે અને તેના માટે શૂટિંગમાંથી બ્રેક લીધો છે.

અદાએ પોતાની સમસ્યા અને તેની સારવાર અંગે ખુલીને વાત કરતાં સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, હું પાછલા કેટલાક દિવસથી બીમાર રહું છે. સ્કિન પર ખરાબ નિશાન પડી ગયા હતા. જેના કારણે ફુલ સ્લીવ પહેરીને જ બહાર નીકળવું પડે છે. ધીમે ધીમે આ નિશાન ચહેરા પર પણ દેખાઈ રહ્યા છે. દવા લેવાનું શરૂ કર્યું હતું. તકલીફ વધતાં દવા વધારવી પડી અને તેના કારણે ભયંકર ઊલ્ટી શરૂ થઈ. બીજી એક દવા અને ઈન્જેક્શન લઈને પ્રમોશન શરૂ કર્યું. જ કે આ સમયે હાથ અને પગ બંને ઢાંકવા પડ્યાં અને ચહેરો પણ કવર પડ્યો.

અદા શર્માએ કરિયરના આ મહત્ત્વના તબક્કે મુશ્કેલીમાં મૂકી રહેલી સમસ્યા નિવારવા માટે આયુર્વેદિક ટ્રીટમેન્ટ શરૂ કરી છે. અદાએ જણાવ્યું હતું કે, સ્વાસ્થ્યની કાળજી રાખવાનું વચન અમ્માને આપ્યું છે. તેથી હવે હું કેટલાક દિવસો માટે જઈ રહી છું. અમ્માનું કહેવું છે કે, રેડિયો ટ્રાયલ્સ, ઝૂમ ઈન્ટરવ્યૂ, પ્રોમો શૂટ બધું થઈ ગયું છે અને હવે હેલ્થ પર ધ્યાન આપો. હું આયુર્વેદિક લેવા જઈ રહી છું. થોડા સમયમાં સાજી થઈને પાછી ફરીશ. ત્યાં સુધી ઈન્સ્ટાગ્રામ અપડેટ આપતી રહીશ અને કમાન્ડોના બિહાઈન્ડ ધ સીન્સની વાત કરીશ. ભાવના રેડ્ડી નેક્સ્ટ પ્રોજેક્ટ માટે રેડી છે. ઉલ્લેખનીય છ કે, કમાન્ડોમાં અદાએ ભાવના રેડ્ડીનો રોલ કર્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article78 વર્ષ પહેલા જાપાને જોયું હતુ ભયાનક તબાહીનું દ્રશ્ય.. કે આજે પણ એની અસર ઓછી થઇ નથી
Next articleફિલ્મ ‘ચંપારણ મટન’ સ્ટુડન્ડ એકેડેમી એવોર્ડની સેમીફાઇનલમાં.. ઓક્ટોબરમાં થઈ શકે જાહેરાત