Home વ્યાપાર જગત - BUSINESS અદાણી ગ્રુપએ UAEની IHCની પેટા કંપની સિરીયસ સાથે સંયુક્ત સાહસનું નિર્માણ કરવા...

અદાણી ગ્રુપએ UAEની IHCની પેટા કંપની સિરીયસ સાથે સંયુક્ત સાહસનું નિર્માણ કરવા માટે કરાર કર્યા

25
0

સંયુક્ત સાહસમાં 51% સિરીયસ અને 49% અદાણીની માલિકી રહેશે

(જી.એન.એસ),તા.૨૯

અદાણી એન્ટરપ્રાઇઝિસે તેની સંપૂર્ણ માલિકીની પેટા કંપની અદાણી ગ્લોબલ દ્વારા યુએઇની ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની(IHC)ની પેટા કંપની સિરીયસ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની સાથે અબૂધાબીમાં સ્થાયી સિરીયસ ડિજીટેક ઇન્ટરનેશનલ નામે સંયુક્ત સાહસનું નિર્માણ કરવા માટે કરાર કર્યા છે..

આ સંયુક્ત સાહસમાં 51% સિરીયસ અને 49% અદાણીની માલિકી રહેશે. આ સાહસ અંતર્ગત સિરીયસની વૈશ્વિક ડીજીટલ ટ્રાન્સફોર્મેશન ઉપરની આવડત અને અદાણીની ભારતીય અર્થતંત્રમાં ડિજીટલાઇઝેશનની 175 બિલિયન ડોલરની તકનું નેતૃત્વ કરવાની વ્યુહાત્મક દ્રષ્ટિનો સમન્વય થશે..

2030 સુધીમાં 1 ટ્રિલિયન ડોલરનું બજાર બનવા તરફ ડીજીટલ તક ઝડપભેર આગળ વધી રહી છે. તેમાં સિરીયસ સંયુક્ત સાહસ સમગ્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગોમાં ડીજીટલ પ્લેટફોર્મની સંકલિત ઇકોસિસ્ટમમાં આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને બ્લોક ચેઇન પ્રોડક્ટસનો વ્યાપ ચકાસશે અને ફિન્ટેક, હેલ્થટેક અને ગ્રીનટેક સહિતના ક્ષેત્ર સુધી વિસ્તારશે..

સિરીયસ ઇન્ટરનેશનલ હોલ્ડિંગના પ્રવક્તાએ અદાણી એન્ટરપ્રાઇઝીસ સાથેના સંયુક્ત સાહસમાં સામેલ થવા પરત્વે પ્રસન્નતા વ્યક્ત કરી વિવિધ ક્ષેત્રમાં આ સાહસમાં સામેલ કંપનીઓની નિપુણતા નવા યુગની ટેક્નોલોજીસની તકોને ઝડપીને તેનો ઉપયોગ માળખાકીય સહિતના અવનવા ક્ષેત્રો સુધી વિસ્તારવા માટે પ્રતિબધ્ધ છે.. 

અદાણી એન્ટરપ્રાઇઝીસના પ્રવક્તાએ બન્ને કંપનીઓ વચ્ચેના ભારતીય અર્થતંત્રના ડીજીટલ ટ્રાન્સફોર્મેશન માટે રચાયેલા સંયુક્ત સાહસને આવકારી આ ક્ષેત્રની તકોને ઝડપવા માટે જરુરી મંજૂરી અને વહિવટી પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ હાથ ધરવા અને આ દીશામાં પરિણામલક્ષી કાર્ય કરવા પ્રતિબધ્ધ છીએ એમ જણાવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field