Home દેશ - NATIONAL અદાણીની કંપનીને UPમાં 4 એક્સપ્રેસ-વે પર 26 EV ચાર્જિંગ સ્ટેશન બનાવવા મંજુરી...

અદાણીની કંપનીને UPમાં 4 એક્સપ્રેસ-વે પર 26 EV ચાર્જિંગ સ્ટેશન બનાવવા મંજુરી મળી

30
0

(જી.એન.એસ),તા.૧૪

મુંબઈ,

ઉત્તર પ્રદેશમાં ઈવી અપનાવવાના પ્રોત્સાહન માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ એક્સપ્રેસવે ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (UPEIDA) એ અદાણી ટોટલ એનર્જીસ ઈ-મોબિલિટી લિમિટેડને રાજ્યના ચાર એક્સપ્રેસવે પર ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે પરવાનગી આપી છે. એક્સપ્રેસવે ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે મોટરવે પર 26 ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માટે અદાણી ગ્રુપ અને ટોટલ એનર્જીના સંયુક્ત સાહસના પ્રસ્તાવને મંજૂરી આપી છે. ઇકોનોમિક ટાઇમ્સના એક અહેવાલ અનુસાર આ સંયુક્ત સાહસનો ઉદ્દેશ્ય ઇલેક્ટ્રિક વાહનો માટે અનુકૂળ અને સુલભ સ્ટેશનોની વધતી માંગને પહોંચી વળવાનો છે. જેથી કરીને રાજ્યના ટકાઉ વાહનવ્યવહારમાં થઈ રહેલા ફેરફારોને સમર્થન મળી શકે. આ પ્રોજેક્ટ હેઠળ, ગોરખપુર લિંક, બુંદેલખંડ, પૂર્વાંચલ અને આગ્રા-લખનઉ મોટરવે જેવા મહત્વના એક્સપ્રેસ વે પર 26 ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવામાં આવશે. સ્ટ્રેટેઝિક લોકેશનોએ આ ચાર્જિંગ સ્ટેશનો બનાવવાથી રાજ્યમાં સમગ્ર EV ઈન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કમાં સુધારો થશે. આ ઉપરાંત ઈલેક્ટ્રિક વાહનના ઉપયોગકર્તાઓને ચાર્જિંગ સુવિધા સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.

અદાણી ટોટલ એનર્જી ઇ-મોબિલિટી લિમિટેડ દ્વારા પૂરી પાડવામાં આવતી ચાર્જિંગ સેવાઓની કિંમત વાજબી હોવાની અપેક્ષા છે. આમાં પ્રતિ કિલોવોટ ફી 9.74 રૂપિયા હશે. આમ કરવાથી ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગકર્તાઓ પર વધુ આર્થિક બોજ નહીં પડે. તેનાથી ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન મળશે. અહેવાલો કહે છે કે, અદાણી ટોટલ એનર્જી ઇ-મોબિલિટી લિમિટેડને છ મોટા સ્પર્ધકોમાંથી આ પ્રોજેક્ટ માટે પસંદ કરવામાં આવી છે. ટાટા પાવર ઇવી ચાર્જિંગ સોલ્યુશન્સ લિમિટેડ, ટેસ્કો ચાર્જર ઝોન લિમિટેડ, કેશરડ્રાઇવ માર્કેટિંગ લિમિટેડ, વર્ડમોબિલિટી ઇન્ડિયા, સર્વોટેક પાવર જેવી મોટી કંપનીઓ આ પ્રોજેક્ટને હાંસલ કરવા માટે એકસાથે આવી હતી. UPEIDAના એક સિનિયર અધિકારીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, શોર્ટલિસ્ટેડ કંપનીઓમાં અદાણી ટોટલ એનર્જી ઈ-મોબિલિટી લિમિટેડની સર્વિસ ફી સૌથી ઓછી છે. તેથી, તેને આ પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો. જેથી ઇલેક્ટ્રિક વાહનના ઉપયોગકર્તાઓ પર નાણાકીય દબાણ ઓછું કરી શકાય. આ ઉપરાંત તે પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે કે કંપની વાજબી કિંમતે ઉચ્ચ ગુણવત્તાની સેવા પ્રદાન કરે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુકેશ અંબાણી વાયાકોમ-18 મીડિયામાં પેરામાઉન્ટ ગ્લોબલનો હિસ્સો ખરીદી શકે!
Next articleફિલ્મ મેકર લવ રંજને અજય દેવગન સાથે ‘દે દે પ્યાર દે’નો બીજો પાર્ટ બનાવવાનું એલાન કર્યું