Home ગુજરાત ઉત્તર ગુજરાત અડાલજમાં બિલ્ડરોએ શિક્ષિકા પાસેથી લાખો લઈ મકાન ન આપતા ફરિયાદ

અડાલજમાં બિલ્ડરોએ શિક્ષિકા પાસેથી લાખો લઈ મકાન ન આપતા ફરિયાદ

45
0

ગાંધીનગરના અડાલજ ગામની સીમના બ્લોક નંબર-૮૨૯ ની જમીન ઉપર અડાલજ ટી.પી. નંબર-૧૦ ના ફાઇનલ પ્લોટ નંબર-૫૪/૧ વાળી જમીન ઉપર રાજકુમાર સુગ્નોમલ મહેરચંદાણી, કિશોર નારાયણદાસ મહેરચંદાણી,અનિલ નારાયણદાસ મહેરચંદાણી, નારાયણદાસ સપ્નોમલ મહેરચંદાણી, કમલેશ સુસ્નોમલ મહેરચંદાણી (તમામ રહે.ચાંદખેડા) શ્રી લક્ષ્મીબાલાજી સ્ટેટસ નામની સ્ક્રીમ ભાગીદારીમાં ફ્લેટો બનાવી વેચવાની યોજના મુકી હતી જે સ્ક્રીમના બ્રોસર બહાર પાડવામાં આવ્યા હતા.

જેના આધારે કલોલ તાલુકાના ધમાસણા મુકામે રહેતા શિક્ષિકા ભારતીબેન સંજયભાઇ પટેલે તેમના ભાગીદાર રશ્મીકાબેન વિપુલભાઇ પટેલ દ્વારા સ્ક્રીમના ફ્લેટ રાખવા માટે વર્ષ-૨૦૧૦ માં ઉક્ત બિલ્ડરોને સ્કીમની સાઈટ ઓફિસે મળ્યા હતા. અને વાતચીત કરી ફ્લેટ નંબર-બી-૨૦૪ રૂપિયા ૧૭ લાખમાં વેચાણ રાખવાનુ નક્કી કર્યું હતું. બાદમાં બિલ્ડરોએ ફ્લેટ સમય મર્યાદામાં તૈયાર કરી વેચાણ દસ્તાવેજ કરી પજેશન આપવાની બાંહેધરી પણ આપી હતી. ઉપરોક્ત ફ્લેટ પેટે તા.૨૨/૦૪/૨૦૧૦ ના રોજ રૂ. ૯૫ હજારનો ચેક તથા ૭.૫૫ લાખ રોકડા ઉપરાંત ભાગીદાર રશ્મીકાબેને ૩.૯૦ લાખનો ચેક, રૂ. ૪.૬૦ લાખ રોકડા મળીને કુલ રૂ. ૧૭ લાખ ચુકવી દીધા હતા. ત્યારબાદ ઉપરોક્ત બિલ્ડરોએ શ્રી લક્ષ્મી બાલાજી સ્ટેટસ નામની સ્ક્રીમનુ ગુડામાંથી જરૂરી પરમીશન વગર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું. જેનાં પગલે ગુડાએ સ્કીમ સીલ કરી દીધી હતી.

બિલ્ડરોએ સ્કીમ પૈકીના ફ્લેટ એકથી વધુ ગ્રાહકોને વેચી છેતરપીંડી આચરવામાં આવી છે. જે અંગે ફરિયાદો પણ થઈ હતી. આથી તેમણે અવાર-નવાર ફ્લેટના પજેશન બાબતે અને પૈસા પરત આપવા ઉઘરાણી કરતા બિલ્ડરોએ હાથ અધ્ધર કરી દીધા હતા. આખરે શિક્ષિકાએ જમીન તકેદારી સમિતી સમક્ષ ફરિયાદ કરી હતી. જેની તપાસના અંતે કલેકટરે હુકમ કરતાં અડાલજ પોલીસે ઉક્ત બિલ્ડરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના ચાંદખેડા રહેતા પાંચ બિલ્ડરોએ ગાંધીનગરના અડાલજ ગામની સીમમાં શ્રી બાલાજી સ્ટેટ્સ નામની ફ્લેટની સ્કીમ મૂકીને સ્કીમના ફ્લેટ એકથી વધુ ગ્રાહકોને વેચી માર્યા હતા. તેમજ એક શિક્ષિકા પાસેથી ૧૭ લાખ રૂપિયા એઠી લઈ ફ્લેટ નહીં આપીને છેતરપિંડી આચરવામાં આવી હતી. જે અન્વયે જિલ્લા કલેક્ટરે હુકમ કરતાં અડાલજ પોલીસે પાંચેય બિલ્ડરો સામે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો હતો. બિલ્ડરોએ અહીં ગેરકાયદેસર બાંધકામ પણ કરવામાં આવતાં ગુડાએ સ્કીમ સીલ પણ કરી દીધી હતી.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવરસાદી પાણી ભરાઇ રહેતા ખેડુતોના પાકને ભારે નુકશાન
Next articleગાંધીનગર તાલુકા કક્ષાના ૭૩મા વન મહોત્સવની ઉજવણી