Home દુનિયા - WORLD અચાનક ન્યુમોનિયામાં વધારો અને લોકોને શ્વાસ લેવામાં તકલીફને લઈને ભારત સરકાર સતર્ક

અચાનક ન્યુમોનિયામાં વધારો અને લોકોને શ્વાસ લેવામાં તકલીફને લઈને ભારત સરકાર સતર્ક

17
0

ચીનના ભેદી ન્યુમોનિયા વાઈરસ પર ભારત સરકાર એલર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે ચેતવણી આપી

ન્યુમોનિયા વાઈરસ પર WHOએ પણ એક મહત્વપૂર્ણ નિવેદન જાહેર કર્યું

(જી.એન.એસ),તા.૨૫
ચીનમાં અચાનક ન્યુમોનિયામાં વધારો અને શ્વાસ લેવામાં તકલીફને લઈને ભારત સરકાર સતર્ક થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર ચીનમાં બાળકોમાં H9N2 ના પ્રકોપ પર નજીકથી નજર રાખી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે જે પ્રકારના કેસ વુહાનમાં જોવા મળે છે, તેવો કોઆ પણ કેસ ભારતમાં હાલમાં જોવા મળ્યો નથી. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ વાયરસ જૂના કોવિડ જેવો જ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)એ પણ કહ્યું, “હાલમાં ઉપલબ્ધ જાણકારીના આધાર પર છેલ્લા કેટલાક અઠવાડિયામાં ચીનમાં શ્વસન સંબંધીત બિમારીની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. જેમાં બાળકોમાં સામાન્ય કારણોની શોધ કરવામાં આવી છે અને કોઈ અસામાન્ય રોગજનક અથવા અણધારી ક્લિનિકલ અભિવ્યક્તિઓ ઓળખવામાં આવી નથી”..

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ ચીનમાં રિપોર્ટ કરવામાં આવેલા એવિયન ઈન્ફલ્યુએન્ઝા કેસ સાથે સાથે શ્વસન સંબંધી બિમારીમા સમૂહોથી ભારતમાં ઓછો ખતરો છે. પરંતુ આ ચિંતાનો વિષય છે કારણ કે ભારતમાં પણ આ સિઝનમાં બાળકોમાં આવા લક્ષણો જોવા મળે છે. આમ છતાં આ રોગ વુહાનમાં આટલી મોટી સંખ્યામાં બાળકોને કેમ શિકાર બનાવી રહ્યો છે તે જોવાનો વિષય છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ ભારત કોઈપણ પ્રકારની જાહેર સ્વાસ્થ્ય કટોકટી માટે તૈયાર છે. ભારત આવા જાહેર સ્વાસ્થ્ય મુદ્દાઓને ઉકેલવા માટે એક સમગ્ર અને એકીકૃત રોડમેપ અપનાવવા માટે એક વન હેલ્થ અભિગમ પર કામ કરી રહ્યું છે. ખાસ કરીને કોવિડ મહામારી પછીથી સ્વાસ્થ્ય માળખાગત સુવિધાઓ પણ નોંધપાત્ર રીતે મજબૂત થઈ છે..

કેટલાક મીડિયા રિપોર્ટે ઉત્તર ચીનમાં બાળકોમાં શ્વસન સંબંધી બિમારીના કેસમાં વધારાનો સંકેત આપ્યો છે. આ સિવાય ઓક્ટોબર 2023માં H9N2 (એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ)નો એક કેસ પણ નોંધાયો હતો. આ પછી ડીજીએચએસની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો રિપોર્ટ WHOને આપવામાં આવ્યો હતો. કોવિડ દરમિયાન જે વાયરસ વિશે વાત કરવામાં આવી રહી હતી તે બીજે ક્યાંયથી ઉદ્ભવ્યો ન હતો પરંતુ વુહાન લેબમાંથી જ થયો હતો, જેનો દાવો વિવિધ આંતરરાષ્ટ્રીય મંચોમાં ઘણી વખત કરવામાં આવ્યો હતો. ફરી એકવાર આવો જ કેસ ખાસ કરીને બાળકોમાં વુહાનમાં જોવા મળ્યો છે, જેના કારણે આખી દુનિયામાં હલચલ મચી ગઈ છે..

કેટલાક મીડિયા રિપોર્ટેનું જો માની લઈએ તો, ચીનમાં બાળકોમાં શ્વસન સંબંધી બિમારીના કેસમાં વધારાનો સંકેત એ છે કે દુનિયામાં હલચલ મચી શકે છે આ વાઈરસથી અને કેટલાક રીપોર્ટમાં તો એમ પણ કહેવાયું છે આ વાઈરસ જો વધુ વકરશે તો કેટલાય દેશોની અર્થવ્યવસ્થા પર અસર કરશે અને ઘણા લોકોને મોતને ભેટી શકે છે. કેટલાક રિપોર્ટનું માનીએ તો આ વાયરસ જૂના કોવિડ જેવો જ છે જે વુહાન લેબમાંથી જ આવ્યો હતો અને તે વુહાન સિટીમાં ઘણી મોટી સંખ્યામાં બાળકોને આ વાઇરસ તેનો શિકાર બનાવી રહ્યો છે. બીજી બાજુ આપણી ભારત સરકાર પણ આવા જાહેર સ્વાસ્થ્ય મુદ્દાઓને ઉકેલવા માટે વન હેલ્થ અભિગમ પર કામ કરી રહ્યું છે. જેમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય હાલમાં કહ્યું કે ભારતમાં આ વાઈરસનો ઓછો ખતરો છે પરંતુ આ ચિંતાનો વિષય છે કે બાળકોમાં આવા લક્ષણો જોવા મળે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleન્યૂયોર્કના મેયર પર જાતીય સતામણીનો આરોપ : મહિલાએ 5 મિલિયન ડોલરનું માંગ્યું છે વળતર
Next articleકોરોનાની જેમ ચીનનો ન્યુમોનિયા વાઇરસનો વિશ્વમાં છે હાહાકાર