Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી અકસ્માતે અવસાન થાય તેવા વિદ્યાર્થીઓના વાલીઓને રાજ્ય સરકાર “શહીદ વીર કિનારીવાલા યોજના...

અકસ્માતે અવસાન થાય તેવા વિદ્યાર્થીઓના વાલીઓને રાજ્ય સરકાર “શહીદ વીર કિનારીવાલા યોજના હેઠળ રૂ. ૧,૦૦,૦૦૦ નું વીમા કવચ પૂરું પાડવામાં આવે

23
0

(જી.એન.એસ),તા.22

ગાંધીનગર,

ગુજરાતમાં અકસ્માતે મૃત્યુ પામનાર વિદ્યાર્થીના પરિવારને આપવામાં આવે છે આર્થિક સહાય. ગુજરાતના શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ આ અંગે માહિતી આપી હતી. વિધાનસભા ગૃહ ખાતે ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અકસ્માતે અવસાન થાય તેવા વિદ્યાર્થીઓના વાલીઓને રાજ્ય સરકાર “શહીદ વીર કિનારીવાલા યોજના હેઠળ રૂ. ૧,૦૦,૦૦૦ નું વીમા કવચ પૂરું પાડવામાં આવે છે. વર્ષ ૨૦૨૨-૨૩માં રાજ્યભરમાં મૃત્યુ પામેલા ૧૪ વિદ્યાર્થીના વાલીઓને કુલ રૂ. ૧૪,૦૦,૦૦૦ તેમજ વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૭ વિદ્યાર્થીઓના વાલીઓને કુલ રૂ. ૧૭,૦૦,૦૦૦ ની સહાય ચૂકવવામાં આવી છે.

ગુજરાતના શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ આ અંગે વધુમાં જણાવ્યુંકે, વિદ્યાર્થીઓ ના અકસ્માત મૃત્યુ બાદ વાલીને અપાતી સહાયમાં રાજ્ય સરકારે કોઈપણ પ્રકારની આવક મર્યાદા રાખી નથી. અકસ્માતથી મૃત્યુ અને કાયમી અપંગતાના કિસ્સામાં ઉપરાંત બે આંખ, બે હાથ અને બે પગ ગુમાવવાના કિસ્સામાં રૂ. ૧,૦૦,૦૦૦ જ્યારે, એક અંગ ગુમાવવાના કિસ્સામાં રૂ. ૫૦,૦૦૦ ની સહાય ચૂકવવામાં આવે છે. શહીદ વીર કિનારીવાલા યોજના હેઠળ ગત બે વર્ષમાં ૩૧ વિદ્યાર્થીઓના વાલીઓને રૂ. ૩૧ લાખની સહાય ચૂકવાઇ હોવાનું પણ જણાવાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજના અમલમાં આવી ત્યારે વિદ્યાર્થીના વાલીઓને રૂ. ૫૦,૦૦૦ની સહાય આપવામાં આવતી હતી, ત્યારબાદ રાજ્ય સરકારે તેમાં વધારો કરીને રકમ રૂ. ૧,૦૦,૦૦૦ કરવામાં આવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમેરિકાના શિકાગોમાં ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શન સંમેલનના ત્રીજા દિવસની શરૂઆત વૈદિક પ્રાર્થનાથી થઈ
Next articleરાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્લાસ્ટિક બોટલના રિવર્સ વેન્ડીંગ મશીન સાત મુખ્ય એસટી બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશન પર સાથે મંદિરોમાં પણ મુક્વામાં આવ્યા