Home ગુજરાત ગાંધીનગર અંબાલાલ પટેલની ચેતવણી : ગુજરાતમાં કડકડતી ઠંડીનો પારો

અંબાલાલ પટેલની ચેતવણી : ગુજરાતમાં કડકડતી ઠંડીનો પારો

6
0

(જી.એન.એસ) તા.૩૧

ગાંધીનગર,

ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ઉત્તરાયણ દરમિયાન વરસાદની આગાહી અને ઠંડીમાં પણ વધારો થશે.  રાજ્યના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં હવામાનમાં ભારે પલટો આવવાની આગાહી કરી છે. જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે. ઉત્તર-મધ્ય ગુજરાત અને પંચમહાલના કેટલાક ભાગોમાં તાપમાન 8 ડિગ્રી સુધી ઘટી શકે છે. વલસાડ અને જામનગરમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાશે. જાન્યુઆરી માસમાં હવામાનમાં ભારે પલટો આવશે. 4થી 8 જાન્યુઆરીમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડી શકે છે. ઉત્તર-મધ્ય ગુજરાત, પંચમહાલના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 8 ડીગ્રી જેટલું રહેવાની શક્યતા. વલસાડ અને જામનગરના ભાગોમાં ઠંડી પડવાની શકયતા વઘુ છે. કચ્છ, નલિયાના ભાગોમાં ન્યૂનતમ તાપમાન ઘણું ઘટી શકવાની સંભાવના છે. ઉત્તરાયણના દિવસે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર – મધ્ય અને પૂર્વ ગુજરાત, કચ્છ, પંચમહાલના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે, ઉત્તરાયણના દિવસે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર-મધ્ય અને પૂર્વ ગુજરાત, કચ્છ અને પંચમહાલના કેટલાક ભાગોમાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ અને નલિયા જેવા વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવના છે. અંબાલાલ પટેલે ખેડૂતોને સાવચેત રહેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, માવઠાને કારણે પાકને નુકસાન થઈ શકે છે. આથી, ખેડૂતોએ જરૂરી સાવચેતી રાખવી જોઈએ. હવામાન વિભાગે પણ અંબાલાલ પટેલની આગાહીને ટેકો આપ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી દિવસોમાં હવામાનમાં પલટો આવવાની સંભાવના છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field