Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી સીબીડીટીએ પાન અને આધાર સાથે જોડાણ કરતા પહેલા કપાત કરનાર/કલેક્ટીનું મૃત્યુ થાય...

સીબીડીટીએ પાન અને આધાર સાથે જોડાણ કરતા પહેલા કપાત કરનાર/કલેક્ટીનું મૃત્યુ થાય તો ટીડીએસ/ટીસીએસની જોગવાઈઓ હળવી કરી

20
0

(જી.એન.એસ) તા. 7

નવી દિલ્હી,

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ પાન અને આધારને જોડતા પહેલા કપાત કરનાર/કલેક્ટીનું મૃત્યુ થાય તો ટીડીએસ/ટીસીએસની જોગવાઈઓ હળવી કરી છે.

કરદાતાઓને પડતી વાસ્તવિક મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને, સીબીડીટીએ 05.08.2024ના રોજ 2024ના પરિપત્ર નંબર 8 જારી કર્યા હતા, અને તે દ્વારા, સરકારે પાન અને આધારને લિંક કરતા પહેલા કપાત / કલેક્ટીનું મૃત્યુ થાય તેવા કિસ્સામાં આવકવેરા અધિનિયમ, 1961 (‘એક્ટ’ ) મુજબ ટીડીએસ / ટીસીએસની જોગવાઈઓમાં છૂટછાટ આપી છે.

 કરદાતાઓ કે જેમાં દાખલા ટાંકવામાં આવ્યા હોય તેવા કરદાતાઓની ફરિયાદોના નિવારણ માટે, 31.05.2024 ના રોજ અથવા તે પહેલાં કપાત કરનાર / ઉઘરાણી કરનારનું અવસાન અને પાન અને આધારને લિંક કરવાના વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે તે પહેલાં, પરિપત્રમાં જોગવાઈ કરવામાં આવી છે કે કાયદાની કલમ 206 એએ /206સીસી હેઠળ કરની કપાત / વસૂલાત કરવા માટે કપાત કરનાર / કલેક્ટી પર કોઈ જવાબદારી રહેશે નહીં,  કારણ કે આ કેસ કદાચ 31.03.2024 સુધી નોંધાયેલા વ્યવહારોને લગતો છે.

આ અગાઉ સીબીડીટી દ્વારા જારી કરવામાં આવેલા 23.04.2024ના પરિપત્ર નંબર 6ના અનુસંધાનમાં છે, જેમાં   કાયદા અનુસાર ઊંચા ટીડીએસ/ટીસીએસને ટાળવા માટે કરદાતાઓ (31.03.2024 સુધી કરવામાં આવેલા વ્યવહારો માટે) માટે પાન અને આધારને લિંક  કરવાની તારીખ 31.05.2024 સુધી લંબાવવામાં આવી હતી. 2024ના પરિપત્ર નંબર 06 તા.23/04/224ના તથા પરિપત્ર નં.08 તા.05/08/2024ના www.incometaxindia.gov.in પર ઉપલબ્ધ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસેન્ટ્રલ સિલ્ક બોર્ડ 10 ઓગસ્ટ, 2024ના રોજ ગુજરાતમાં રેશમ ઉત્પાદન પ્રોજેક્ટનો પ્રારંભ કરશે
Next articleકૃપાલુ વિદ્યામંદિરની સ્કૂલ બસ નું ટાયર નીકળી ગયું, સદનસીબે કોઈ જાનહાની થઈ નથી