Home દેશ - NATIONAL સીબીએસઈ બોર્ડની પરીક્ષામાં બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને ફળ વગેરે લઇ જવા પર છૂટ...

સીબીએસઈ બોર્ડની પરીક્ષામાં બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને ફળ વગેરે લઇ જવા પર છૂટ આપી

43
0

(જી.એન.એસ),તા.૧૦

નવીદિલ્હી,

CBSE બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરી 2024થી લેવામાં આવશે. એક્ઝામનું આયોજન CBSE દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સ મુજબ કરવામાં આવશે. બોર્ડ દ્વારા કયા વિદ્યાર્થીઓને પરીક્ષામાં ફળ વગેરે લઈ જવાની પરવાનગી આપવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની 10મી અને 12મી બોર્ડની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરી 2024થી લેવામાં આવશે. એડમિટ કાર્ડ પણ આપવામાં આવ્યા છે. નિયમિત વિદ્યાર્થીઓ તેમની સંબંધિત શાળાઓમાંથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે. જ્યારે ખાનગી વિદ્યાર્થીઓએ CBSEની ઓફિશિયલ વેબસાઇટ પરથી એક્ઝામ હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે. પરીક્ષા દરમિયાન CBSE દ્વારા કયા વિદ્યાર્થીઓને છૂટ આપવામાં આવી જે જણાવીએ તો, બોર્ડે ડાયાબિટીસથી પીડિત વિદ્યાર્થીઓને ફળો, પાણીની બોટલ, ગ્લુકોમીટર કેન્દ્રમાં લઈ જવાની મંજૂરી આપી છે.

સીબીએસઈ દ્વારા 8 ફેબ્રુઆરીએ બહાર પાડવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીઓને પારદર્શક બેગમાં સામાન લઈ જવાની મંજૂરી આપવામાં આવશે. રજીસ્ટર કરતી વખતે અથવા સબમિટ કરતી વખતે વિદ્યાર્થીઓ માહિતી આપશે કે, તેઓ ટાઇપ-1 ડાયાબિટીસથી પીડિત છે. વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષાઓમાં સુવિધાઓ મેળવવા માટે પોર્ટલ પર અમુક ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે. જેમાં પરીક્ષા દરમિયાન CGM/FGM/ઇન્સ્યુલિન પંપ વગેરે માટે તબીબી નિષ્ણાતની ભલામણોનો સમાવેશ થાય છે. આ સુવિધાઓનો લાભ લેવા માટે શાળા/વિદ્યાર્થી/વાલીએ CBSE દ્વારા જાહેર કરાયેલા ટાઈમટેબલ મુજબ અરજી કરવાની રહેશે. શેડ્યૂલ સમાપ્ત થયા પછી કોઈપણ વિનંતીને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

તમને જણાવી દઈએ કે, પરીક્ષાના દિવસે પણ વિદ્યાર્થીઓ સવારે 9.45 વાગ્યા સુધીમાં એક્ઝામ શરૂ થવાના ઓછામાં ઓછા 45 મિનિટ પહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવું પડશે. તમામ અરજીઓ/વિનંતી શાળા દ્વારા નિયત ડોક્યુમેન્ટ્સ સાથે મોકલવામાં આવશે. વિદ્યાર્થી દ્વારા સીબીએસઈને કરવામાં આવેલી કોઈપણ સીધી વિનંતીને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. આ સંબંધમાં વધુ માહિતી માટે તમે CBSE દ્વારા જાહેર કરાયેલી નોટિસને ચેક શકો છો. બોર્ડની પરીક્ષા CBSE દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર જ લેવામાં આવશે. તમામ ઉમેદવારોએ જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે.

પારદર્શક બેગમાં સામાન લઈ જવાની મંજૂરી સાથે સુગરની ગોળીઓ, ચોકલેટ, કેન્ડી , કેળા, સફરજન, નારંગી જેવા ફળો ,  નાસ્તાની વસ્તુઓ જેમ કે સેન્ડવીચ અને કોઈપણ ઉચ્ચ પ્રોટીન ખોરાક ,  ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન મુજબ જરૂરી દવાઓ ,  પાણીની બોટલ (500 મિલી) ,  ગ્લુકોમીટર અને ગ્લુકોઝ ટેસ્ટ સ્ટ્રીપ્સ અને  ગ્લુકોઝ મોનિટરિંગ (CGM) મશીન, ફ્લેશ ગ્લુકોઝ મોનિટરિંગ (FGM) મશીન અને ઇન્સ્યુલિન પંપ જેવી જરુરી વસ્તુઓ સામે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપશ્ચિમ બંગાળની જેલમાં ગર્ભવતી બની રહી છે મહિલા કેદી, સુપ્રીમ કોર્ટે સુઓ મોટુ સંજ્ઞાન લીધું
Next articleગુજરાત સરકાર દ્વારા 9 ઉપ સચિવોની બદલીના આદેશ કરાયા