Home દેશ - NATIONAL રોજગારીની મહત્તમ તકોને લઈને વચગાળાના બજેટમાં જાહેરાત કરાઈ

રોજગારીની મહત્તમ તકોને લઈને વચગાળાના બજેટમાં જાહેરાત કરાઈ

17
0

(જી.એન.એસ),તા.૦૧

વર્ષ 2023માં નાણામંત્રી નિર્મલા સીતારમણે 550 અબજ ડોલરનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં કુલ 45 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો હતો. ભારતનું બજેટ દર વર્ષે વધી રહ્યું છે. આ બજેટની દુનિયાભરમાં ચર્ચા થઈ હતી. આ બજેટ ઘણા દેશોની કુલ અર્થવ્યવસ્થા કરતાં મોટું હતું. આ બજેટમાં નવી ટેક્સ વ્યવસ્થા લાવવામાં આવી હતી. જેમાં વ્યક્તિગત ઈન્કમટેક્સ મુક્તિ મર્યાદા 5 લાખ રૂપિયાથી વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવી હતી. વર્ષ 2023નું બજેટ મોટાભાગે સંતુલિત રહ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણ વાંચવાનું શરૂ કર્યું છે. નાણામંત્રીએ કહ્યું કે, દેશની જનતા ભવિષ્ય તરફ જોઈ રહી છે. તેઓ આશાવાદી છે. અમે PM મોદીના નેતૃત્વમાં આગળ વધી રહ્યા છીએ. દેશમાં રોજગારીની મહત્તમ તકો મળી છે. જ્યારે પીએમ મોદીએ 2014માં કામ શરૂ કર્યું ત્યારે ઘણા પડકારો હતા. 

લોકહિતમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. લોકોને મહત્તમ રોજગારીની તકો આપવામાં આવી છે. દેશમાં એક નવો હેતુ અને આશા જાગી છે. જનતાએ અમને બીજી વખત સરકાર માટે ચૂંટ્યા છે. અમે સર્વગ્રાહી વિકાસની વાત કરી છે. દરેકનો સાથ, દરેકનો વિશ્વાસ અને દરેકના પ્રયાસના મંત્ર સાથે આગળ વધ્યા છે. યુવાનોના સશક્તિકરણ પર પણ કામ કરવામાં આવ્યું છે. ત્રણ હજાર નવી આઈટીઆઈ ખોલવામાં આવી છે. 54 લાખ યુવાનોને તાલીમ આપવામાં આવી છે. 3000 નવી ITIsની સ્થાપના કરી. મોટી સંખ્યામાં સંસ્થાકીય ઉચ્ચ શિક્ષણ, 7 IITs, 16 IIITs, 7 IIMs, 15 AIIMS અને 390 યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆશાવર્કરો, આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોને પણ આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવશે : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ
Next articleનાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજે બજેટમાં મહિલાઓ માટે મોટી જાહેરાત કરી