Home ગુજરાત ગાંધીનગર રાજસ્થાન પોલીસે કોંગ્રેસ નેતા ઠાકરશી રબારીની અફીણની હેરાફેરી કરવાના ગુના હેઠળ ધરપકડ કરી

રાજસ્થાન પોલીસે કોંગ્રેસ નેતા ઠાકરશી રબારીની અફીણની હેરાફેરી કરવાના ગુના હેઠળ ધરપકડ કરી

48
0

(જી.એન.એસ) તા. 15

ગાંધીનગર,

રાજસ્થાનના સ્વરૂપગંજ પોલીસે કોંગ્રેસ નેતા ઠાકરશી રબારીની ધરપકડ કરી હતી. રાજસ્થાનના પિંડવાડામાં ઝડપાયેલા અફીણના કેસમાં ઠાકરશી રબારીની સ્વરુપગંજ પોલીસે ધરપકડ કરી છે. આ સમગ્ર મામલે સ્વરૂપગંજ કોર્ટે ઠાકરશી રબારીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. અત્યારે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે અને તેમના જ પક્ષના નેતા અફીણની હેરાફેરીમાં જેલભેગા થતા કોંગ્રેસને નીચા જોવાનો વારો આવ્યો છે.

રાજસ્થાનની પિંડવાડા પોલીસે 3 કિલોગ્રામ અફિણના કેસમાં ઠાકરશીની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. મધ્યપ્રદેશના 2 આરોપીઓની કારમાંથી અફીણનો 3 કિલો અને 390 ગ્રામ અફીણ રસ મળ્યો હતો. મઘ્યપ્રદેશના આરોપીઓએ આ મુદ્દામાલ વાવના ઠાકરશી રબારીએ મંગાવ્યો હોવાનો ખુલાસો કર્યો હતો. મુખ્ય આરોપીઓની કબૂલાત નિવેદન બાદ ઠાકરશી રબારીની ધરપકડ થઇ હતી.

કોંગ્રેસ નેતા ઠાકરશી રબારી અફીણની હેરાફેરીમાં ધરપકડ અને ત્યારબાદ સ્વરૂપગંજ કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલતા ભાજપે કોંગ્રેસને વેધક સવાલ કર્યા છે. સંજોગાવસાત આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે અને આ ઘટના ઘટતા ભાજપે કોંગ્રેસને આડેહાથ લીધી છે. જ્યારે ગુજરાતમાં ડ્રગ્સ પકડાય ત્યારે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ ડ્રગ્સ કોણે મોકલ્યું, કોના માટે મોકલ્યું, શા માટે મોકલ્યું તેવા સવાલો કરતા હોય છે. એમ જણાવીને આજે ભાજપે શક્તિસિંહને ગોહિલને ઠાકરશી રબારીની અફીણની હેરાફેરીમાં કરાયેલ ધરપકડ અંગે નિવેદન આપવાની માંગ કરી છે.

સ્વરુપગંજ કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલી દીધા છે. આ સમયે કોંગ્રેસના અગ્રણી નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. તેઓ આજે અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતે બપોરે 3 થી 5 દરમ્યાન બેઠક કરવાના છે. રાહુલ ગાંધી અમદાવાદમાં નિરીક્ષકોને ‘તાલીમ’ પણ આપશે. રાહુલ ગાંધીના ગુજરાતમાં પ્રવાસ અને કોંગ્રેસ નેતાની અફીણ હેરાફેરીમાં ધરપકડથી કોંગ્રેસને નીચા જોવાનો વારો આવ્યો છે.