Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી યમુના એક્સપ્રેસ-વે ના ટોલ પ્લાઝા પર પહેલે થી પડેલા મૃતદેહ કારમાં ફસાતા...

યમુના એક્સપ્રેસ-વે ના ટોલ પ્લાઝા પર પહેલે થી પડેલા મૃતદેહ કારમાં ફસાતા 11 કિમી સુધી ઢસડાયા

69
0

(GNS NEWS)

દિલ્હીના કાંઝાવાલા જેવો અકસ્માત મથુરામાં થયો છે. અહીં યમુના એક્સપ્રેસ વે પર કારમાં ફસાયેલો યુવકનો મૃતદેહ લગભગ 11 કિલોમીટર સુધી કારમાં ઢસડાયો. જ્યારે કાર ટોલ પ્લાઝા પર રોકાઈ ત્યારે સિક્યોરિટી ગાર્ડે મૃતદેહને કારની નીચે ફસાયેલો જોયો. પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. પોલીસે કારની નીચેથી લાશને બહાર કાઢી હતી. મૃતદેહના બે ભાગ થઈ ગયા હતા અને કારમાં અલગ અલગ જગ્યાએ ટુકડા ચોંટી ગયા હતા.એક્સપ્રેસ-વે પર રાત્રે ગાઢ ધુમ્મસ હતું એસપી દેહાત ત્રિગુન વિશેને જણાવ્યું હતું કે જે કારમાં મૃતદેહ ફસાયો હતો એ આગ્રાથી દિલ્હી જઈ રહી હતી. દિલ્હીનો રહેવાસી વીરેન્દ્ર સિંહ કાર ચલાવી રહ્યો હતો. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. વીરેન્દ્રએ જણાવ્યું હતું કે રાત્રે એક્સપ્રેસ વે પર ગાઢ ધુમ્મસ હતું. આ અકસ્માત કોઈ વાહન સાથે થયો હોવો જોઈએ અને તેની લાશ એક્સપ્રેસ વે પર પડી હશે. ધુમ્મસમાં પડેલી લાશ દેખાતી ન હતી. આવી સ્થિતિમાં તે કારમાં ફસાઈને ખેંચાઈ ગઈ હોવી જોઈએ.લાશને કારમાં એટલી દૂર ખેંચવામાં આવી હતી કે તેના બે ટુકડા થઈ ગયા હતા. દૃશ્યમાં શરીરનો માત્ર ઉપરનો ભાગ જ દેખાય છે.લાશને કારમાં એટલી દૂર ખેંચવામાં આવી હતી કે તેના બે ટુકડા થઈ ગયા હતા. દૃશ્યમાં શરીરનો માત્ર ઉપરનો ભાગ જ દેખાય છે.11 કિમી પહેલાં મળ્યાં લોહીનાં નિશાન એસપી દેહાતનું કહેવું છે કે માંટ વિસ્તારમાં માઈલ સ્ટોન 106 પર લોહીનાં નિશાન મળી આવ્યાં છે એટલે ત્યાં અકસ્માત થયો હોવાની શક્યતા છે. અહીં પડેલી લાશ કારમાં ફસાઇને આવી હોવાનું અનુમાન છે. માઇલ સ્ટોન 106થી ટોલ પ્લાઝાનું અંતર લગભગ 11 કિમી છે, જેના કારણે મૃતદેહ 11 કિમી સુધી ઢસડાયો હોવાની આશંકા છે. મૃતકના ખિસ્સામાંથી તૂટેલો કીપેડ મોબાઈલ ફોન અને 500 રૂપિયા મળી આવ્યા છે. ચહેરો ઓળખી શકાયો નહિ. એક્સપ્રેસ વે પર લાગેલા સીસીટીવી કેમેરાનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. નજીકના ગ્રામજનો તરફથી પણ મૃતદેહની ઓળખ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.પરોઢિયે 4 વાગ્યે ટોલ પ્લાઝા પર પહોંચી કાર કાર સ્વિફ્ટ ડિઝાયર છે. મંગળવારે પરોઢિયે 4 વાગ્યે માંટ ટોલ પ્લાઝા પર પહોંચી. કારમાં 2 મહિલા અને 2 પુરુષ હતાં. તેઓ દિલ્હીના તિગડી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સંગમ વિહારના રહેવાસી છે. આગ્રામાં લગ્નના કાર્યક્રમમાંથી પરિવાર સાથે પરત ફરી રહ્યા હતા.જ્યારે કાર ટોલ પસાર માટે રોકાઈ ત્યારે ત્યાં હાજર ગાર્ડે કારની પાછળના ભાગથી રોડ પર લોહીના નિશાન જોયા. પછી કારની પાછળ જઈને જોયું તો યુવકની લાશ ફસાયેલી હતી.કારચાલક વિરેન્દ્રે કહ્યું- મને કાર નીચે લાશ છે એની ખબર પણ નથી પડી કારચાલક વીરેન્દ્રએ પોલીસને જણાવ્યું હતું કે તેને આ ઘટના વિશે કોઈ જાણકારી નથી. તેમની કાર સાથે કોઈ અકસ્માત થયો ન હતો. ટોલ પ્લાઝા પર લોકોએ તેને કહ્યું કે લાશ કારમાં ફસાઈ ગઈ છે. યમુના એક્સપ્રેસ વે પર ગાઢ ધુમ્મસ હતું. અન્ય વાહન સાથે અકસ્માત થયો હોવો જોઈએ. મને કાર નીચે લાશ છે એની ખબર પણ નથી પડી.

(GNS NEWS)

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગ્રામીણ ફાઈનાન્સ, વ્યવસ્થાપક, વિકાસ અને કર્મચારી તાલીમ ક્ષેત્રે બેંગ્લોર સ્થિત દેશવ્યાપી કામગીરી કરતી સંસ્થા નેશનલ ઈન્સ્ટીટ્યુટ ફોર રૂરલ બેકિંગ ટ્રસ્ટી મંડળના પ્રમુખ પદે દિલીપ સંઘાણીની નિમણૂંક
Next articleભારતથી તુર્કી ની મદદ માટે C-17 ગ્લોબમાસ્ટર રવાના, પહેલીવાર રેસ્ક્યુ માટે 5 મહિલા અને સ્નીફર ડૉગ નો સમાવેશ કરવા માં આવ્યો