Home ગુજરાત ઉત્તર ગુજરાત મહત્તમ તાપમાન માં વધારો થતાં માર્ચ મહિનાની ગરમી રાજ્ય માં મહામુસીબત બનસે...

મહત્તમ તાપમાન માં વધારો થતાં માર્ચ મહિનાની ગરમી રાજ્ય માં મહામુસીબત બનસે  

12
0

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈ આગાહી

(જી.એન.એસ) તા.2

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈ ને જણાવ્યું છ કે રાજ્યમાં ઉનાળો આકરૂ તેવર બતાવશે. 7 માર્ચથી મહત્તમ તાપમાનમાં વધારો થતાં ગરમી ભૂક્કા બોલાવશે તેવી આગાહી કરવામા આવી છે. મધ્ય ગુજરાત અમદાવાદ ,ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા, સહિત 41 ડિગ્રી સુધી ગરમી રહેશે તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, દમણ સહિતના વિસ્તારોમાં 42 ડિગ્રી સુધી ગરમી રહી શકે છે,સૌરાષ્ટ્રના ભાગોમાં અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, રાજકોટ સહિત 39 થી 40 ડિગ્રી રહેશે.

રાજ્યમાં નબળા પડેલા વેસ્ટર્ન ડિસ્ટર્બનસને લીધે માર્ચમાં ગરમી આકરી પડશે સાથે સાથે 3 થી 6 માર્ચમાં વેસ્ટર્ન ડિસ્ટર્બનસને લીધે વાદળછાયું વાતાવરણ રહેશે.

ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં એક મધ્યમ કક્ષાનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. જેના કારણે જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં ભારે પવન, બરફ વર્ષા, કરા સાથે વરસાદ પડી રહ્યો છે.

ગુજરાતમાં વાદળિયું વાતાવરણ અને મધ્ય ગુજરાતના ભાગોમાં અને પૂર્વ ગુજરાતના ભાગોમાં, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, જામનગરના ભાગો, કચ્છના ભાગો વાદળો આવવાની શક્યતા રહેશે. રાજસ્થાનના ભાગોમાં વરસાદી છાંટા થવાની શક્યતાઓ રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field