Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા આમ આદમી પાર્ટીના અમાનતુલ્લા ખાનની ધરપકડ

મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા આમ આદમી પાર્ટીના અમાનતુલ્લા ખાનની ધરપકડ

30
0

(જી.એન.એસ) તા. 19
નવી દિલ્હી,

આમ આદમી પાર્ટી ના વધુ એક મોટા નેતાની ધરપકડ કરવામાં આવી છે. વકફ પ્રોપર્ટી સંબંધિત એક કેસમાં દિલ્હીની ઓખલા સીટના પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ ચાલી રહ્યો છે. ED સવારે 11.30 વાગ્યાથી તેની પૂછપરછ કરી રહી હતી.તમને જણાવી દઈએ કે અમાનતુલ્લા ખાન વિરૂદ્ધ વકફ પ્રોપર્ટી સંબંધિત એક કેસમાં મની લોન્ડરિંગનો કેસ ચાલી રહ્યો છે.ED સવારે 11 વાગ્યાથી તેમની પૂછપરછ કરી રહી હતી અને અંતે તેમની ધરપકડ કરવામાં આવી છે.
માત્ર 2 દિવસ પહેલા જ સુપ્રીમ કોર્ટે અમાનતુલ્લા ખાનની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. આ પછી અમાનતુલ્લા ખાન આજે સવારે ED ઓફિસ પહોંચ્યા જ્યાં કેન્દ્રીય એજન્સી 11.30 વાગ્યાથી તેમની પૂછપરછ કરી રહી છે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને સંજય સિંહ પછી અમાનતુલ્લા ખાન આમ આદમી પાર્ટી (AAP)ના પાંચમા એવા મોટા નેતા છે જેમની ધરપકડ થઈ શકે છે. જેમાંથી માત્ર સંજય સિંહ જ જેલની બહાર હોવાથી તેને જામીન મળી ગયા છે. અમાનતુલ્લા વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ CBI FIR અને દિલ્હી પોલીસની 3 ફરિયાદો સાથે સંબંધિત છે.
વાસ્તવમાં અમાનતુલ્લા ખાન પર દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ તરીકે 32 લોકોની ગેરકાયદે ભરતી કરવાનો આરોપ છે. તેના પર આરોપ છે કે તેની સાથે તેણે દિલ્હી વક્ફ બોર્ડની ઘણી મિલકતો ગેરકાયદેસર રીતે ભાડે આપી છે. AAP નેતા પર દિલ્હી વક્ફ બોર્ડના ભંડોળનો દુરુપયોગ કરવાનો પણ આરોપ છે, જેના પગલે તેમની સામે મની લોન્ડરિંગ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ED ઓફિસમાં પ્રવેશતા પહેલા, તેમણે દાવો કર્યો હતો કે જ્યારે તેઓ વક્ફ બોર્ડના અધ્યક્ષ હતા, ત્યારે તેમણે નિયમોનું પાલન કર્યું હતું અને કાયદાકીય અભિપ્રાય લીધા પછી અને 2013માં આવેલા નવા કાયદા (બોર્ડ માટે) મુજબ કામ કર્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદિલ્હીના એલજી વિનય કુમાર સક્સેનાએ જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલને ઇન્સ્યુલિન ન આપવાના આરોપો પર ડીજી જેલ પાસેથી 24 કલાકની અંદર વિગતવાર રિપોર્ટ માંગ્યો
Next articleપૂર્વોત્તર ભારત માટે હવમાન વિભાગે કરી વરસાદની આગાહી, ગુજરાત સહિત અનેક રાજ્યમાં હીટવેવનું એલર્ટ: હવામાન વિભાગ