Home દેશ - NATIONAL મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે ઈન્ટરનેટ પર 10 જૂન સુધી પ્રતિબંધ

મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે ઈન્ટરનેટ પર 10 જૂન સુધી પ્રતિબંધ

46
0

(GNS),06

ઉત્તર-પૂર્વમાં આવતા રાજ્ય મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. છેલ્લા કેટલાય સપ્તાહથી સમગ્ર રાજ્યમાં તંગદિલીનો માહોલ છે. મણિપુરમાં દર બીજા દિવસે હિંસાની એક યા બીજી ઘટના સામે આવી રહી છે, જેને જોતા હવે ઈન્ટરનેટ પર પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. પરિસ્થિતિને જોતા મણિપુરમાં 10 જૂન, શનિવાર સુધી ઇન્ટરનેટ પર પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યો છે. મણિપુર સરકારે આ નિર્ણય લીધો છે.

અગાઉ, હિંસા ફાટી નીકળ્યા પછી, ઇન્ટરનેટ પર પ્રથમ 3 મેના રોજ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જે હવે વધુ લંબાવવામાં આવ્યો છે. ઈન્ટરનેટ પર પ્રતિબંધને લઈને મણિપુર સરકાર દ્વારા એક આદેશ જારી કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ 10 જૂને બપોરે 3 વાગ્યા સુધી ચાલુ રહેશે. કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સમગ્ર મણિપુરમાં અને ખાસ કરીને હિંસા પ્રભાવિત વિસ્તારોમાં ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. મણિપુર પોલીસ ઉપરાંત કેન્દ્રીય સુરક્ષા દળોની અનેક ટુકડીઓ પણ તૈનાત છે. આ સાથે રાજ્ય સરકારને ગેરરીતિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની મંજૂરી આપવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleNCBએ અત્યાર સુધીનું સૌથી મોટું ડ્રગ કન્સાઇનમેન્ટ કર્યુ જપ્ત
Next articleબાલાસોર ટ્રેન દુર્ઘટનામાં ઈરાદા પૂર્વક ઇન્ટરલોકિંગ સિસ્ટમ સાથે કરવામાં આવી હતી છેડછાડ