Home ગુજરાત ગાંધીનગર ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી IT ઍપ્લિકેશન્સ અંગે ૧૦૦થી વધુ...

ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી IT ઍપ્લિકેશન્સ અંગે ૧૦૦થી વધુ IT ઑફિસર્સને તાલીમ આપવામાં આવી

39
0

(G.N.S) dt. 27

ગાંધીનગર,

ઍનકોર, NGRS, EMS, C-Vigil, સુવિધા સહિતની IT ઍપ્લિકેશન્સના સંચાલન અને ઉપયોગ અંગે તાલીમ આપવામાં આવી

મુક્ત અને ન્યાયી ચૂંટણીઓના સંચાલનને વધુ સરળ અને સુચારૂ બનાવવા ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા વિવિધ IT ઍપ્લિકેશન્સ તૈયાર કરવામાં આવી છે. આ ઍપ્લિકેશન્સના ઉપયોગ અંગે રાજ્યના તમામ જિલ્લામાં કાર્યરત IT ઍપ્લિકેશન્સ નોડલ ઑફિસર્સ, સિસ્ટમ સુપરવાઈઝર્સ તથા NIC ઑફિસર્સ માટે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા એક દિવસીય તાલીમ વર્કશૉપ યોજાયો.

ગાંધીનગર ખાતે અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી કુલદીપ આર્યના અધ્યક્ષસ્થાને યોજાયેલા તાલીમ વર્કશૉપમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારીપત્રો ભરવા, સોગંદનામા, વિવિધ પરવાનગીઓ, મતગણતરી, સર્વિસ વોટર પોર્ટલ અને સ્ટાફ રેન્ડમાઈઝેશન માટે તૈયાર કરવામાં આવેલી ENCORE ઍપ્લિકેશન, NGRS, EMS, C-Vigil તથા સુવિધા સહિતની IT ઍપ્લિકેશન્સ અંગે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરીના અધિકારીશ્રીઓ તથા IT તજજ્ઞો દ્વારા વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી. જેમાં રાજ્યભરમાંથી ૧૦૦ જેટલા IT ઍપ્લિકેશન્સ નોડલ ઑફિસર્સ, સિસ્ટમ સુપરવાઈઝર્સ તથા NIC ઑફિસર્સ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનિફ્ટી ફયુચર ૨૨૦૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!
Next articleગુજરાતમાં કાયદા અને વ્યવસ્થા થકી સર્વને ન્યાય આપી રામરાજ્યની સ્થાપના કરવી એ અમારી સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય:- કાયદા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ