Home Video ભગવાન રામ અને દેવી સીતા પર વિકાસ દિવ્યકીર્તિની ટિપ્પણી પર શરુ થયો...

ભગવાન રામ અને દેવી સીતા પર વિકાસ દિવ્યકીર્તિની ટિપ્પણી પર શરુ થયો વિવાદ!

90
0

લોકપ્રિય યૂપીએસસી કોચિંગ ઇંસ્ટીટ્યૂટ દ્રષ્ટિ આઇએએસ (Drishti IAS) ના સંસ્થાપક અને માલિક, વિકાસ દિવ્યકીર્તિને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયા બાદ આકરી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. આ કથિત વીડિયોમાં તે ભગવાન રામ અને દેવી સીતાને લઇને કેટલીક વાતો કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને લઇને ડિબેટ થઇ થઇ ગઇ છે. જે લોકો આ વીડિયોની ટીકા કરી રહ્યા છે તેમનો આરોપ છે કે વિકાસ દિવ્યકીર્તિએ ભગવાન રામ અને દેવી સીતાનું અપમાન કર્યું છે. તો બીજી તરફ ઘણા લોકો દિવ્યકીર્તિનું સમર્થન પણ કરી રહ્યા છે જેમનું કહેવું છે કે જાણી જોઇને કેટલીક સેકન્ડનો જ આ વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે અને જે વાત તેમણે કહી છે તે ગ્રંથમાં લખેલી છે.

આ વીડિયોને રાષ્ટ્રીય સેવિકા સમિતિની સભ્ય સાધ્વી પ્રાચીએ ટ્વિટર પર BanDrishtiIAS હેથટેગ સાથે શેર કર્યો. પ્રાચીએ જે વીડિયો શેર કર્યો છે તે ફક્ત 45 સેકન્ડનો છે. તેમાં દિવ્યકીર્તિને રામાયણના એક પ્રસંગ પર વાત કરતાં સાંભળી શકાય છે. દિવ્યકીર્તિના કથિત નિવેદન પર સોશિયલ મીડિયા પર એક વર્ગ દ્વારા આકરી ટીકા કરવામાં આવી રહી છે. કેટલાકે હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે કોચિંગ ઇન્ટીટ્યૂટ પર પ્રતિબંધ લગાવવાની પણ માંગ કરી છે.

વીડિયો વાયરલ થયા બાદ શુક્રવારે સવારથી જ ટ્વિટર પર #BanDrishtiIAS ટ્રેંડ કરી રહ્યું છે. જોકે કેટલા વિદ્યાર્થી દિવ્યકીર્તિના સમર્થનમાં આવ્યા છે અને એક ટ્રેંડ #ISupportDrishtiIAS શરૂ કર્યો છે. એક ટ્વિટર યૂઝરે નિવેદનમાં આખો વીડિયો પોસ્ટ કરતાં કહ્યું કે ‘જો તમે #BanDrishtiIAS ઇચ્છો છો, તો સાબિત કરો કે વિકાસ દિવ્યકીર્તિનું નિવેદન ખોટું છે. આ મુદ્દા પર દિવ્યકીર્તિનું સમર્થન કરનાર કેટલાક લોકોએ એ પણ દાવો કર્યો કે જે કંઇપણ તે વીડિયોમાં કહેતા જોવા મળી રહ્યા છે જોકે તે પ્રાચીન ગ્રંથનું કથન છે. આ મુદ્દે દિવ્યકીર્તિનું સમર્થન કરનાર કેટલાક લોકોએ એ પણ દાવો કર્યો છે કે જે કંઇપણ તે વીડિયોમાં કહેતાં જોવા મળી રહ્યા છે તે પ્રાચીન ગ્રંથનું કથન છે. 

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમેરિકાની કોઈ પણ ધમકીની પરવા કર્યા વગર ભારતે મિત્ર દેશ પાસેથી ક્રૂડ ઓઈલ આયાત કર્યું
Next articleટોંગામાં 7.3ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીની ગંભીર ચેતવણી