Home દેશ - NATIONAL બાંગ્લાદેશમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ,20 દિવસમાં 5મી વખત ધરા ધ્રૂજી

બાંગ્લાદેશમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ,20 દિવસમાં 5મી વખત ધરા ધ્રૂજી

41
0

(GNS),16

બાંગ્લાદેશમાં સવારે 10.16 વાગ્યે ભૂકંપ આંચકો આવ્યો છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 હતી.ઉત્તર પૂર્વી રાજ્ય આસામમાં સવારે 10.15 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ, આ ભૂકંપના આંચકા ગુવાહાટી સહિત અન્ય પૂર્વોત્તર ભાગોમાં પણ અનુભવાયા છે. ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.8 નોંધવામાં આવી છે. જો કે હજુ સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર બાંગ્લાદેશમાં હતું. આ પહેલા 13 જૂને દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. EMSC અનુસાર, રિક્ટર સ્કેલ પર 5.7ની તીવ્રતા ધરાવતો ભૂકંપ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડથી 30 કિમી દક્ષિણપૂર્વમાં આવ્યો હતો. આ પછી મંગળવાર અને બુધવારે મધ્યરાત્રિએ કટરા વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) તરફથી મળેલી માહિતી અનુસાર બુધવારે સવારે 2:20 વાગ્યે કટરાથી 81 કિમી પૂર્વમાં 10 કિમીની ઊંડાઈએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆસામનાં ગુવાહાટી અને શિલોંગમાં ભૂકંપના જોરદાર આંચકા, આંચકાની તીવ્રતા 3.7
Next articleUKમાં તિરંગાનું અપમાન કરનાર ખાલિસ્તાની અવતાર સિંહ ખાંડાનું મોત