(જી.એન.એસ) તા. 21
નવી દિલ્હી,
સંસદમાં બજેટ સત્ર પહેલા રવિવારે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં, દેશના ઘણા બધા મુદ્દાઓ પર ચેચઓ કરવામાં આવી હતી જેમાં JDU અને YSRCPએ અનુક્રમે બિહાર અને આંધ્રપ્રદેશ માટે વિશેષ દરજ્જાની માંગ કરી હતી. કોંગ્રેસ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. આ સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કરી હતી. જયરામ રમેશે રવિવારે કહ્યું, ‘સંસદ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠકમાં JDU અને YSRCPએ અનુક્રમે બિહાર અને આંધ્રપ્રદેશ માટે વિશેષ શ્રેણીના દરજ્જાની માગણી કરી હતી, પરંતુ વિચિત્ર રીતે TDP આ મામલે ચૂપ રહી હતી.’ મીટિંગ ચાલુ હતી ત્યારે જ જયરામ રમેશની સોશિયલ મીડિયા પર પોસ્ટ આવી. જયરામ રમેશે એક પોસ્ટમાં કહ્યું, ‘સર્વ-પક્ષીય બેઠકમાં બીજેડી નેતાએ રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને યાદ અપાવ્યું કે ઓડિશામાં 2014ની વિધાનસભા ચૂંટણી માટે બીજેપીના મેનિફેસ્ટોમાં રાજ્યને વિશેષ શ્રેણીનો દરજ્જો આપવાનું વચન આપવામાં આવ્યું હતું .’
આ સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષે મણિપુર, NEET પેપર લીક વિવાદ, બિહાર કાયદો અને વ્યવસ્થા અને કંવર યાત્રા જેવા મુદ્દા ઉઠાવ્યા હતા. NCPએ કંવર યાત્રા સંબંધિત આદેશને પાછો ખેંચવાની માંગ કરી છે. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ ડેપ્યુટી સ્પીકર પદનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે આ પદ ખાલી ન રહેવું જોઈએ. જેડીયુ ઉપરાંત એલજેપી અને આરજેડીએ પણ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી છે.
તેમજ આ સર્વપક્ષીય બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસે હાજરી આપી ન હતી. શાસક ગઠબંધન એનડીએ તરફથી જીતનરામ માંઝી અને જયંત ચૌધરી પણ બેઠકમાં હાજર રહ્યા ન હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, સમાજવાદી પાર્ટીએ બેઠકમાં કાવડ યાત્રાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આ અંગે લેવાયેલ નેમ પ્લેટનો નિર્ણય ‘સંપૂર્ણપણે ખોટો’ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.